બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND VS AUS: આ બે ખેલાડીઓને બહાર કરી શકે છે રોહિત શર્મા, ત્રીજી ટેસ્ટ પહેલા ચોંકાવનારા સમાચાર
Last Updated: 05:15 PM, 13 December 2024
બોર્ડર- ગાવસ્કર ટ્રોફીમાં અત્યારે ટીમ ઈન્ડિયા એડિલેડમાં હાર્યા બાદ 5 મેચની સીરિઝમાં 1-1 બરાબરી પર છે. હવે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ રમશે. આની માટે તૈયારી ચાલુ છે. પરંતુ મેચ પહેલા એક ચોંકાવનારી ખબર સામે આવી છે. રિપોર્ટસ અનુસાર, ગાબા ટેસ્ટ માટે કેપ્ટન રોહિત શર્માએ એક મોટો નિર્ણય લીધો છે. તે પિન્ક બીજી ટેસ્ટમાં રમતા બે ખેલાડીઓને બહાર કરશે.
ADVERTISEMENT
અશ્વિન-હર્ષિત થશે બહાર
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા બ્રિસબેનમાં ફરી એક વાર મેચ જીતીને લીડમાં આવવા માંગે છે. આની માટે રોહિત શર્મા યોગ્ય કોમ્બિનેશન સાથે રમવા માંગે છે. એટલા માટે તે પ્લેઇંગ XIમાં ફેરફાર કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર દિગ્ગજ સ્પિનર આર અશ્વિન અને હર્ષિત રાણાને ટીમની બહાર કરવામાં આવશે.
અશ્વિનની જગ્યાએ ભારતીય કેપ્ટને ગાબામાં ગત મેચ જીત મેળવ્યા બાદ વોશિંગ્ટન સુંદર પર વિશ્વાસ વ્યકત કર્યો છે. તે તેની જગ્યાએ રમી શકે છે. 2021માં આ મેદાન પર તેને ટેસ્ટ ડેબ્યુ કરી હતી. સુંદરે તે મુકાબલામાં 62 અને 22 રનની ઇનિંગ રમી હતી અને બોલિંગ દરમિયાન 4 મુખ્ય વિકેટ લીધી હતી. આ સિવાય પર્થમાં પણ તે પ્લેઇંગ XIનો ભાગ હતો.
આકાશ દીપ બીજા મુકાબલામાં નાકામ રહેલા હર્ષિદની જગ્યા લઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, બ્રિસબેનમાં નેટ સેશન દરમિયાન હર્ષિતે ઓછી બોલિંગ કરી હતી. ત્યારે આકાશ દીપે ખૂબ જ બોલિંગ પ્રેક્ટિસ કરી. સાથે જ બેટિંગની પણ પ્રેક્ટિસ કરી છે. બ્રિસબેનમાં ફાસ્ટ બોલરોની મદદ મળવાની આશા છે. એવામાં ટીમ ઈન્ડિયા 4 પેસર્સ સાથે પણ ઉતરી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ કર્યો એક બદલાવ
બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રીજી ટેસ્ટમાં પોતાનો એક માત્ર બદલાવ જાહેર કરી દીધો છે. પિન્ક બોલ ટેસ્ટમાં રમતા સ્કોટ બોલેન્ડ ત્રીજી ટેસ્ટથી બહાર થઈ ગયો છે. બોલેન્ડે એડિલેડમાં 5 વિકેટ લીધી હતી. તેને વિરાટ કોહલી જેવી ઘણી મહત્વની વિકેટ લીધી હતી. પરંતુ હવે તેની જગ્યા જોશ હેઝલવૂડે લીધી છે, જે ઇજાગ્રસ્ત થવાથી બીજો મુકાબલો નહતો રમી શક્યો.
વધુ વાંચો:મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે નવો ફિલ્ડ કોચ શોધ્યો, 2 વર્લ્ડ જિતાડનારને સોંપી જવાબદારી
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ XI:
રોહિત શર્મા(કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી 20 / ટીમ ઈન્ડીયા માટે બેડ ન્યૂઝ, ટી 20માં પાછો આવ્યો આ ખતરનાક બોલર, બુલેટ સ્પીડથી બોલિંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.