Sunday, May 26, 2019

દ્રવિડની જેમ આ ગૂજ્જૂ બેટ્સમેન પણ ટીમ ઇન્ડિયા માટે બન્યો 'ધ વૉલ'

દ્રવિડની જેમ આ ગૂજ્જૂ બેટ્સમેન પણ ટીમ ઇન્ડિયા માટે બન્યો 'ધ વૉલ'
એડિલેડ ટેસ્ટમાં જ્યાં એક તરફ ભારતીય બેટ્સમેન ઑસ્ટ્રેલિયાઇ બૉલિંગની સામે અસહાય નજર પડી રહ્યા હતા ત્યારે એક એવો વ્યકિત હતો જે 'વૉલ' જેમ ઉભો હતો. જી હા અમે વાત કરી રહ્યા છીએ ચેતેશ્વર પૂજારાની. ભારતીય ધરતી પર તો પૂજારા આ વાત ઘણી વખત સાબિત કરી ચૂક્યો છે પણ હવે ઓસ્ટ્રેલિયાની સામે પણ તેણે શાનદાર સેન્ચુરી ફટકારીને સાબિત કર્યુ કે તે વિદેશમાં પણ ભારતની સૌથી મજબૂત 'વૉલ' છે. 

એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ એક સમયે 86 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને લાગતુ હતુ કે ટીમ 150 રન પણ માંડ બચાવી શકે છે. આવા સમયે પૂજારાએ એક છેડો સાચવી સેન્ચુરી ફટકારી ટીમને 250 રનના સ્કોર સુધી પહોંચાડી. કરિયરની 16મી સેન્ચુરી દરમિયાન પૂજારાએ 5000 રન પણ પૂરા કર્યા. 

રાહુલ દ્રવિડે 2003-2004ના પ્રવાસ દરમિયાન એડિલેડ ખાતે જ ટીમ ઇન્ડિયાને આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી જીત અપાવી હતી.  આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા રિકી પોન્ટિંગની ડબલ સેન્ચુરી ની મદદથી 562 રન બનાવ્યા હતા. ટાર્ગેટમાં ટીમ ઇન્ડિયા 85 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે હારનું સંકટ આવી ગયુ હતુ ત્યારે દ્રવિડે (233) વીવીએસ લક્ષ્મણ (148) સાથે મળીને 304 રનની પાર્ટનરશિપ કરી ટીમ ઇન્ડિયા 523 રનના સ્કોર પહોંચાડ્યુ હતુ. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા માત્ર 195 રનમાં ઑલઆઉટ થઉ ગયુ હતુ. 233ના ટાર્ગેટમાં ટીમ ઇન્ડિયાએ 6 વિકેટ ગુમાવી લીધી અને જીત મેળવી. બીજી ઈનિંગમાં પણ રાહુલ દ્રવિડે કમાલ કરી હતી અને 72 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. 

જણાવી દઈએ કે પૂજારાએ 123 રનની ઈનિંગ દરમિયાન ટેસ્ટ કરિયરમાં 5000 રન પૂરા કર્યા અને નોંધપાત્ર બાબત છે કે તેણે પણ દ્રવિડની જેમ 108ની ઇનિંગમાં જ સિદ્ઘિ મેળવી જશે. વાસ્તવમાં તમે ચોંકી જશે અગાઉ પણ દ્રવિડ અને પૂજારાએ 67-67 ઈનિંગમાં 3 હજાર રન અને 84-84 ઇનિંગમાં 4000 રન પૂરા કર્યા હતા જેથી કહી શકાય કે પૂજારાએ દ્રવિડની ખોટ પૂરી કરી છે. 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ