બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:50 PM, 24 June 2024
IND vs AUS LIVE Update : અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં રમાઇ રહેલા T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8માં આજે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાશે. સેમિફાઇનલના દૃષ્ટિકોણથી આ મેચ બંને ટીમો માટે ખૂબ જ ખાસ છે. ભારત આ મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં આજે સોમવારે ટૂંક સમયમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ યોજાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી ગ્રોસ આઈલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
#TeamIndia have arrived in St. Lucia! 🛬
— BCCI (@BCCI) June 24, 2024
Today they take on Australia in the their last Super 8 match 💪#T20WorldCup | #INDvAUS pic.twitter.com/mhwABUIEkD
ADVERTISEMENT
પરંતુ આ શહેરમાં સવારથી વરસાદ સંતાકૂકડી રમી રહ્યો છે. અહીં થોડો સમય ભારે વરસાદ પડે છે, પછી થોડીવાર પછી સૂર્ય બહાર આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અહીં 51 ટકા વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આ મેચ ધોવાઈ જવાની સંભાવના છે. જો કે, આ સમયે વરસાદ નથી, જેનો અર્થ છે કે ટોસ નિર્ધારિત સમયે થવાની ધારણા છે.
ભારતીય ટીમ તેના ગ્રુપમાં ટોપ પર
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પહેલા જ સુપર-8ના ગ્રુપ-2માંથી સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે. જ્યારે ગ્રુપ-1 હજુ સંપૂર્ણ રીતે ખુલ્લું છે. જો કે, ગ્રુપ-1માં ભારતીય ટીમ 4 પોઈન્ટ અને +2.425ના ઉત્તમ નેટ રન રેટ સાથે ટોપ પર છે. તેણે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
ADVERTISEMENT
બીજી તરફ ઓસ્ટ્રેલિયા છે, જે અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરીને આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જો કાંગારૂ ટીમ સેમિફાઇનલની રેસમાં રહેવા માંગે છે, તો તેને આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો તેને સીધેસીધી રદ કરવી પડશે, કારણ કે સુપર-8 મેચો માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
વરસાદને કારણે મેચ ધોવાઈ જશે તો કોને થશે નુકસાન?
ADVERTISEMENT
જો મેચ રદ થાય છે, તો બંને ટીમો વચ્ચે 1-1 પોઇન્ટ વહેંચવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાના ગ્રુપ-1માં 5 પોઈન્ટ સાથે ટોપ પર રહેશે અને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. પરંતુ એક પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં મુકાઈ જશે. તેના કુલ 3 અંક હશે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં તેણે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. જો અફઘાન ટીમ આ મેચ જીતશે તો તે 4 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું પત્તુ કપાઇ જશે. જો બાંગ્લાદેશની ટીમ આ મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે તો આ બંને ટીમ બહાર થઈ જશે. તે સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ટીમ 3 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. આસ્થિતિમાં અફઘાન ટીમ 2 પોઈન્ટ સાથે બહાર થઈ જશે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતનો દબદબો
ટી20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 19 મેચ જીતી છે, જ્યારે 11 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતે ત્રણ અને ઓસ્ટ્રેલિયાએ બે જીત મેળવી હતી.
T20 ઈન્ટરનેશનલમાં ભારત vs ઓસ્ટ્રેલિયા
કુલ મેચ: 31
ભારત જીત્યું: 19
ઓસ્ટ્રેલિયા જીત્યું: 11
અનિર્ણિત: 1
T20 વર્લ્ડ કપમાં ભારત vs ઓસ્ટ્રેલિયા
કુલ મેચો: 5
ભારત જીત્યું: 3
ઓસ્ટ્રેલિયા જીત્યું: 2
વધુ વાંચોઃ નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને મળી કપ્તાની, રોહિત-પંડ્યા બહાર
આ ભારત-ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11 હોઈ શકે છે
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહ.
ઓસ્ટ્રેલિયન ટીમઃ ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.