બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: ગાબા ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, બીજી વખત રમત રોકવી પડી

સ્પોર્ટ્સ / IND vs AUS: ગાબા ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, બીજી વખત રમત રોકવી પડી

Last Updated: 08:37 AM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS Live Score 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ગાબા ખાતે રમાઈ રહી છે. વરસાદના વિઘ્નને કારણે રમત બીજી વખત રોકવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન છે.

IND vs AUS Live Score 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025ની ત્રીજી મેચ ગાબા ખાતે રમાઈ રહી છે. ગાબા ટેસ્ટ વહેલી સવારે 5.50 વાગ્યે શરૂ થઈ, રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. આર અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને હર્ષિત રાણાના સ્થાને આકાશદીપ (Akash Deep) ની એન્ટ્રી થઈ છે. રોહિત શર્મા (Rohit Sharma) ના બેટિંગ ક્રમમાં પણ ફેરફાર થઈ શકે છે.

વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં રાખીને, ભારતે (IND vs AUS) પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે, તેથી ટીમ ઇન્ડિયા શરૂઆતની ઓવરમાં આનો ફાયદો ઉઠાવશે. જો કે 5.3 ઓવરની રમત બાદ વરસાદ આવ્યો અને મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી. આ પછી 14મી ઓવરમાં ફરી એકવાર વરસાદ આવ્યો અને મેચને રોકી દેવામાં આવી છે. હાલમાં ક્રિઝ પર ઉસ્માન ખ્વાજા સાથે નાથન મેકસ્વિની હાજર છે.

ગાબા ટેસ્ટ માટે પેટ કમિન્સે તેની પ્લેઇંગ ઇલેવનમાં એકમાત્ર ફેરફાર કર્યો છે, સ્કોટ બોલેન્ડની જગ્યાએ જોશ હેઝલવુડને જગ્યા આપી છે. ઇજાના કારણે તે એડિલેડ ટેસ્ટ રમી શક્યો નહોતો. બ્રિસ્બેનના વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં રાખીને, રોહિત શર્મા (Rohit Sharma) એ ગાબામાં ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં વાદળછાયા વાતાવરણને જોતા ફિલ્ડિંગ કરવાનો આ નિર્ણય યોગ્ય લાગે છે, પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો તે ભારતના પક્ષમાં નથી. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (IND vs AUS) માં અત્યાર સુધી ચાર વખત ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે.

જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવર નાખી. આજે ભારતનું પેસ આક્રમણ ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે. જસપ્રીત બુમરાહના ત્રીજા બોલ પર ઉસ્માન ખ્વાજાએ ફાઈન લેગ તરફ ચોગ્ગો ફટકારીને ટીમ અને પોતાનું ખાતું ખોલાવ્યું. જો કે, આ રન તેના પગમાં લાગીને આવ્યા જેના કારણે અમ્પાયરે લેગ બાયનો સંકેત આપ્યો. આકાશદીપ નહીં, પરંતુ મોહમ્મદ સિરાજ જસપ્રિત બુમરાહને સપોર્ટ કરવા માટે બીજા છેડેથી આવ્યો. નવા બોલ સાથે આકાશદીપ (Akash Deep) વધુ સારો વિકલ્પ બની શક્યો હોત, પરંતુ રોહિત સિરાજની સાથે જ ગયો છે.

ઉસ્માન ખ્વાજાએ ઇનિંગની ચોથી ઓવરમાં મોહમ્મદ સિરાજના બોલથી પહેલો ચોગ્ગો ફટકાર્યો. ઓવરના ચોથા બોલ પર તેણે મિડ-વિકેટમાં પુલ શોટની મદદથી ચાર રન બનાવ્યા. 4 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 14 રન હતો.

PROMOTIONAL 8

બ્રિસ્બેનનું હવામાન આજે પણ ખેલાડીઓને પરેશાન કરતું રહેશે. વરસાદના કારણે રમત ફરી વાર અટકાવી દેવામાં આવી. 8મી ઓવરમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ આવેલા આકાશદીપે (Akash Deep) મેડન ઓવરથી શરૂઆત કરી હતી. તેની ચોક્કસ લાઇન અને લેન્થ આગામી કેટલીક ઓવરોમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ઘણી પરેશાન કરશે.

આ પણ વાંચો: T20I અને ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ સ્ટાર ખેલાડીની ટીમમાંથી છુટ્ટી

ફરી એકવાર રમત શરૂ થઈ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગની પ્રથમ 10 ઓવર પૂરી થઈ. ત્યારે ઉસ્માન ખ્વાજા અને નાથન મેકસ્વીની શાનદાર બેટિંગ ચાલુ રહી. તેમણે ભારતને હજુ સુધી એક પણ તક આપી નથી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 26 રન છે. બીજા સ્પેલમાં બોલિંગ કરવા આવેલા મોહમ્મદ સિરાજે શાનદાર શરૂઆત કરી હતી. તેમણે 13 ઓવરમાં ઉસ્માન ખ્વાજાને ઘણો પરેશાન કર્યો હતો. આ પછી ફરી એકવાર ભારે વરસાદને કારણે બીજી વખત મેચ અટકાવવામાં આવી. આ વખતે એવું લાગે છે કે ખેલાડીઓને મેદાન પર આવવામાં વધુ સમય લાગશે અને અમ્પાયર લંચની વહેલી જાહેરાત કરી શકે છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ-કીપર), રોહિત શર્મા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

aus vs ind live IND vs AUS Live Score 3rd Test IND vs AUS gabba test
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ