બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ind Vs Aus: Jadeja's magic ... How Team India won the match stuck on the second day, read

IND vs AUS / રવીન્દ્ર જાડેજાના 'જાદૂ' સામે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને આવી ગયા ચક્કર, કરિયરનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

Megha

Last Updated: 03:30 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા માટે સાચો ચમત્કાર રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો, જેણે બીજી ઈનિંગમાં 7 વિકેટ ઝડપી હતી અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.

  • ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-0ની લીડ બનાવી લીધી
  • જાડેજાની ટીમ ઈન્ડિયામાં રિએન્ટ્રી 
  • 'સર' રવિન્દ્ર જાડેજા સામે કાંગારું ટીમ ઘૂંટણીયે 

દિલ્હીમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટનો બીજો દિવસ પૂરો થયો ત્યારે એવું લાગી રહ્યું હતું કે આ મેચ ગમે ત્યાં જઈ શકે છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 1 રનની લીડ મળી હતી, બીજા દિવસની રમતના અંતે તેની પાસે 62 રનની લીડ હતી પણ બીજા દિવસે અટવાયેલી ટેસ્ટ ત્રીજા દિવસના પહેલા જ થોડા કલાકોમાં જ સમાપ્ત થઈ ગઈ અને ભારતીય ટીમે મોટી જીત હાંસલ કરી લીધી છે. આ જીત સાથે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-0ની અજેય લીડ બનાવી લીધી છે. 

જાડેજાની ટીમ ઈન્ડિયામાં રિએન્ટ્રી 
જે સમયે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023 માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે રવિન્દ્ર જાડેજાનું નામ ટીમમાં સામેલ કરવામાં આવ્યું હતું પણ તેમના નામની બાજુમાં કેન્ટીલિવરમાં ફિટનેસ ડિપેન્ડન્ટ પણ લખવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા ફિટ નહીં થઈ શકે એવું લાગી રહ્યું હતું પણ સીરીઝ પહેલા એમને રણજી ટ્રોફી મેચ પણ રમી હતી અને ત્યાં સારું પ્રદર્શન કરીને પોતાને મેચ ફીટ જાહેર કરીને તેને ટીમ ઈન્ડિયામાં રિએન્ટ્રી કરી હતી. 

ટીમ ઈન્ડિયાએ કેવી રીતે મેચ જીતી?
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા તેની સામે ટીમ ઇન્ડિયાએ તેની પહેલી ઇનિંગમાં 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને માત્ર 1 રનની લીડ મળી હતી, જ્યારે બીજો દિવસ પૂરો થયો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 61/1 હતો. પણ ત્રીજા દિવસની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાએ મેચ પલટી નાખી હતી.

જાડેજાનો જાદુ ચાલ્યો...
ટીમ ઈન્ડિયા માટે સાચો ચમત્કાર રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો, જેણે બીજી ઈનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. તેને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. તે બંને માટે આશ્ચર્યજનક હતું કે 61/1 સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા દિવસની પહેલી ઇનિંગમાં જ 113 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જાડેજાના જાદુની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની છેલ્લી 8 વિકેટ માત્ર 28 રનમાં જ ઝડપી લીધી હતી. 

જાડેજાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 
જાડેજાએ આ મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં 21 રનમાં 3 વિકેટ અને બીજી ઈનિંગમાં 42 રનમાં 7 વિકેટ ઝડપી હતી. આ તેની કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેની સાથે ટીમના બીજા સ્પિન બોલર અશ્નીને પણ બંને ઇનિંગ્સમાં 3-3 વિકેટ ઝડપી હતી.

રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને ઓસ્ટ્રેલિયા...
જો આપણે ઓસ્ટ્રેલિયા સામે રવિન્દ્ર જાડેજાના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 14 મેચની 26 ઇનિંગ્સમાં 80 વિકેટ લીધી છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાની બોલિંગ એવરેજ 17.23 હતી, તેણે કાંગારૂ ટીમ સામે 5 ઇનિંગ્સમાં 5 વિકેટ, એક મેચમાં 10 વિકેટ લીધી હતી. 

 -રવિન્દ્ર જાડેજા - 21 ઓવર, 68 રન, પહેલી ઇનિંગમાં 3 વિકેટ
-રવિચંદ્રન અશ્વિન - 21 ઓવર, 57 રન, પહેલી ઇનિંગમાં 3 વિકેટ

-બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા - 12.1 ઓવર, 42 રન, 7 વિકેટ
-પહેલી ઇનિંગ રવિચંદ્રન અશ્વિન - 16 ઓવર, 59 રન, 3 વિકેટ

'સર' રવિન્દ્ર જાડેજા સામે કાંગારું ટીમ ઘૂંટણીયે 
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023માં રવિન્દ્ર જાડેજાએ પહેલી 2 ટેસ્ટ મેચમાં ધૂમ મચાવી છે, પહેલા નાગપુર અને હવે દિલ્હી ટેસ્ટમાં કાંગારૂ ટીમ રવિન્દ્ર જાડેજાની સ્પિન સામે સંપૂર્ણ રીતે ઘૂંટડીયે લાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાની બોલિંગ અને મિડલ ટર્નએ ઓસ્ટ્રેલિયાને તેની સામે ઝૂકવા મજબૂર કરી દીધું. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે 'સર' રવિન્દ્ર જાડેજાની સામે ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ થઈ હોય. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 10 વર્ષમાં ભારતમાં 3 સિરીઝ રમી છે અને રવિન્દ્ર જાડેજાએ આ ત્રણેય સિરીઝમાં કાંગારૂ ટીમને પરેશાન કરી છે. 

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023
• પહેલી ટેસ્ટ – ભારત એક ઇનિંગ્સ અને 132 રનથી જીત્યું
• બીજી ટેસ્ટ – ભારત 6 વિકેટથી જીત્યું
• ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ઈન્દોર
• ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ 

સંકળાયેલા મુદ્દાઓ

Ravindra Jadeja રવીન્દ્ર જાડેજા રવીન્દ્ર જાડેજા news Ravindra Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ