બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: Finisher Rinku Singh hits a six off the last ball but the shot doesn't count, but why? Find out what happened

ક્રિકેટ / IND vs AUS: ફિનિશર રિંકુ સિંહે છેલ્લા બોલે છગ્ગો માર્યો પણ કાઉન્ટ ન થયો શૉટ, પણ કેમ? જાણો એવું તો શું બન્યું

Megha

Last Updated: 12:11 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચના છેલ્લા બોલ પર રિંકુ સિંહના બેટમાંથી વિનિંગ સિક્સર જોઈ હશે, પરંતુ, શું તમે જાણો છો કે રિંકુ સિંહના ખાતામાં આ વિનિંગ સિક્સર ઉમેરાશે નહીં.

  • ઓસ્ટ્રેલિયા સામેની T-20 મેચમાં રિંકુ સિંહે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી  
  • ભારતને જીતવા માટે છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી
  • છેલ્લો બોલ નો બોલ હતો અને ભારતને માત્ર એક ફ્રી રનથી જીત મળી હતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ T-20 મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 209 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઝડપથી લક્ષ્યની નજીક પહોંચી ગઈ. પરંતુ અંતે બેક ટુ બેક વિકેટો પડવાને કારણે મેચ રોમાંચક વળાંક પર પહોંચી હતી. ત્યારબાદ રિંકુ સિંહે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ તે પહેલા જ કંઈક એવું થયું કે ટીમ ઈન્ડિયા જીતી ગઈ. આવી સ્થિતિમાં રિંકુની વિનિંગ સિક્સરની મજા બગડી ગઈ હતી.

રિંકુ સિંહના સિક્સ કેમ ન ગણાયા?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચના છેલ્લા બોલ પર રિંકુ સિંહના બેટમાંથી વિનિંગ સિક્સર જોઈ હશે, પરંતુ, શું તમે જાણો છો કે રિંકુ સિંહના ખાતામાં આ વિનિંગ સિક્સર ઉમેરાશે નહીં. ખરેખર, ભારતને જીતવા માટે છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી. રિંકુ ક્રિઝ પર હતો અને સીન એબોટ તેની સામે હતો. તેણે બોલ નાખ્યો અને તેના પર રિંકુએ સિક્સર ફટકારી. ભારતની જીત પાક્કી થઈ ગઈ હતી અને બધાને લાગ્યું હતું કે જીતનો શોટ રિંકુના બેટમાંથી આવ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા તે પહેલા જ જીતી ગઈ હતી. વાત એમ હતી કે સીન એબોટ દ્વારા ફેંકવામાં આવેલો છેલ્લો બોલ નો બોલ હતો અને ભારતને માત્ર એક ફ્રી રનથી જીત મળી હતી.

જો તમે મેચ લાઈવ જોઈ હશે તો તમે જોયું હોત કે ભારતની જીત પછી તરત જ હૂટર વગાડવામાં આવ્યું હતું, જે સાબિત કરે છે કે છેલ્લો બોલ નો બોલ છે. આ કારણે રિંકુની સિક્સ જીતવાની મજા બગડી ગઈ હતી અને તે રન તેના ખાતામાં ઉમેરાયો નહોતો. જણાવી દઈએ કે, પોતાની ઈનિંગમાં રિંકુએ 14 બોલમાં 22 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં તેના બેટમાંથી 4 ચોગ્ગા પણ આવ્યા હતા. 

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને છેલ્લા બોલ પર જીતવા માટે એક રનની જરૂર હતી અને રિંકુ સિંહ સ્ટ્રાઈક પર હતો. સિક્સર ફટકારીને તેણે ફરી એકવાર સાબિત કર્યું કે તે ભારત માટે સારો ફિનિશર છે. ભલે તેની વિનિંગ સિક્સર ભારતની જીતનું કારણ બની નહતી પરંતુ ચાહકોમાં એ સિક્સર જોઇને ઉત્સાહ છવાઈ ગયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS IND vs AUS news Rinku Singh News Rinku Singh sixer video ind vs aus t20 series rinku singh ભારત ઓસ્ટ્રેલિયા મેચ IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ