બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા માટે ભારતનો ગુપ્ત પ્લાન, મોબાઈલ પર પ્રતિબંધ, પ્રેક્ટિસ સંપૂર્ણ સિક્રેટ
Last Updated: 11:48 AM, 13 November 2024
તાજેતરમાં ભારતીય ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો અને એ કારણે હવે ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. ઓસ્ટ્રેલીયા સામે સિરીઝ પહેલા ભારતીય ટીમ ઈન્ડિયા A સામે પ્રેક્ટિસ મેચ રમવાની હતી, પરંતુ વર્કલોડને મેનેજ કરવા માટે તેને રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
10 DAYS TO GO FOR BORDER GAVASKAR TROPHY 2024-25 🏆
— Johns. (@CricCrazyJohns) November 12, 2024
- The Ultimate clash of Test cricket...!!!! pic.twitter.com/eKHVY1TzsK
જો કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ પર્થના WACA મેદાનમાં પ્રેક્ટિસ કરશે. આ પ્રેક્ટિસ સેશન સંપૂર્ણપણે સિક્રેટ રાખવામાં આવશે. એટલે કે આ દરમિયાન મેદાન સંપૂર્ણ રીતે બંધ રહેશે અને કોઈ દર્શક તેને જોઈ શકશે નહીં, સાથે જ મોબાઈલ ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે.
ADVERTISEMENT
The WACA nets are covered from public view. Which, of course, means India are in town.
— Tristan Lavalette (@trislavalette) November 12, 2024
It was a similar sight when India were in Perth during the 2022 T20 World Cup pic.twitter.com/KByXQBOWiE
રિપોર્ટ અનુસાર, ટ્રેનિંગ સેશનની નજીકના વિસ્તારોને કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોઈ ન શકે. મેદાનમાં એક પ્રકારનું લોકડાઉન થઈ ગયું છે. વર્ષ 2022માં T20 વર્લ્ડ કપ દરમિયાન પણ આવું બન્યું હતું. એટલું જ નહીં, સ્ટેડિયમમાં કામ કરતા લોકો દ્વારા ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. ટીમ ઈન્ડિયા નથી ઈચ્છતી કે ઓસ્ટ્રેલિયાને કોઈપણ રીતે તેમની તૈયારીઓ વિશે કોઈ સંકેત મળે.
રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયન મીડિયાથી બચવા માટે આવું કર્યું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીની શક્તિ અને નબળાઈઓ પર સ્ટોરી કરી રહ્યું છે, આ બધાથી બચવા માટે ટીમ ઈન્ડિયાએ આ મોટો નિર્ણય લીધો છે.
જે મેદાન પર ટીમ ઈન્ડિયા હાલ સિક્રેટ પ્રેક્ટિસ કરી કહી છે તે WACA સ્ટેડિયમમાં સીરીઝની કોઈ રમાશે નહીં. જણાવી દઈએ કે સીરિઝની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે અને ભારતે અત્યાર સુધી અહીં માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે. ભારત આ મેચ 146 રનથી હારી ગયું હતું અને તે સમયે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.