IND vs AUS 2nd ODI: Indian team all out on 117, Mitchell Starc took 5 wickets
IND vs AUS /
વિકેટ.. વિકેટ.. વિકેટ.., કાંગારું બોલર સામે ઘૂંટણીયે દેખાઈ ટીમ ઈન્ડિયા, ઘરઆંગણે અત્યાર સુધીનો સૌથી નાનો સ્કોર
Team VTV04:11 PM, 19 Mar 23
| Updated: 04:17 PM, 19 Mar 23
બીજી વન-ડેમાં ભારતની આખી ટીમ માત્ર 117 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સાથે જ મિચેલ સ્ટાર્કે મેચમાં 5 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયા 117 રનમાં જ સમેટાઈ ગઈ
મિચેલ સ્ટાર્કે મેચમાં 5 વિકેટ ઝડપી હતી
ટીમ ઈન્ડિયાની 5 વિકેટ 50 રનની અંદર જ પડી ગઈ હતી
વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે ઘૂંટણીયે જોવા મળી હતી. આ મેચમાં રોહિત, સૂર્યકુમાર, હાર્દિક અને શુભમન ગિલ તમામ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. બીજી વન-ડેમાં ભારતની આખી ટીમ માત્ર 117 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સાથે જ મિચેલ સ્ટાર્કે મેચમાં 5 વિકેટ ઝડપી હતી.
Innings Break!#TeamIndia are all out for 117 runs in 26 overs.
વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા ભારત માટે ટીમમાં વાપસી કરી રહ્યો હતો, તેથી એવી અપેક્ષા હતી કે અહીં મોટો સ્કોર જોવા મળી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયાની તમામ રણનીતિ અકબંધ રહી હતી. પ્રથમ ઓવરથી જ મિચેલ સ્ટાર્કે એવું કારનામું કર્યું કે ટીમ ઈન્ડિયા માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ.
એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે માત્ર 49 રન હતો. બાદમાં ટીમ ઈન્ડિયા માત્ર 117ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં આ તેનો સૌથી ઓછો સ્કોર છે. વિરાટ કોહલીએ સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ટીમના ચાર બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. કેપ્ટન રોહિત શર્મા 13 અને રવિન્દ્ર જાડેજા માત્ર 16 રન બનાવી શક્યા હતા.