બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ગિલ બન્યો 'વિરાટ', નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચારેય ફોર્મેટમાં સદી ફટકારનાર વર્લ્ડનો પહેલો બેટર
Last Updated: 09:16 PM, 12 February 2025
ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડેમાં એક મહા રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. ગિલે આ મેચમાં 102 રનમાં શાનદાર 112 રન ફટકાર્યાં હતા આ સાથે ગિલ આ સ્ટેડિયમમાં ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ-ટી 20 અને વનડે)માં સદી ફટકારનાર દુનિયાનો પહેલો બેટર બન્યો છે.
ADVERTISEMENT
- Hundred in ODIs.
— Johns. (@CricCrazyJohns) February 12, 2025
- Hundred in T20Is.
- Hundred in Tests.
- Hundred in IPL.
SHUBHAM GILL RULES NARENDRA MODI STADIUM 📢 pic.twitter.com/goS6VAiyRH
સૌથી ઝડપી 2500 રન બનાવાનો પણ રેકોર્ડ
ADVERTISEMENT
આ રેકોર્ડની ઉપરાંત ગિલે બીજો પણ એક રેકોર્ડ કર્યો છે. શુભમન ગિલ ODI ઇતિહાસમાં 2500 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. આ બાબતમાં તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હાશિમ અમલાને પાછળ છોડી દીધો છે. શુભમન ગિલે 50 વનડે ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ્યો. જ્યારે હાશિમ અમલાએ 51 ઇનિંગ્સમાં 2500 વનડે રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
શુભમનની શાનદાર ઈનિંગથી ભારતની વિરાટ જીત
શુભમન ગિલની 112 રનની શાનદાર ઈનિંગને કારણે જ ઈંગ્લે્ન્ડ સામે ભારતની વિરાટ જીત થઈ છે અને તે પણ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા. ભારતે સારા શુકન થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.