બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:06 PM, 9 February 2025
ઈંગ્લેન્ડે રવિવારે અમદાવાદમાં ભારત સામેની ત્રીજી વનડે માટે ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર જેકબ બેથેલના કવર તરીકે બેટ્સમેન ટોમ બેન્ટનને બોલાવ્યો છે. નાગપુરમાં પહેલી વનડેમાં ઈંગ્લેન્ડની ચાર વિકેટથી હાર દરમિયાન બેથેલે અડધી સદી ફટકારી અને એક વિકેટ લીધી. તેના ડાબા પગના સ્નાયુઓમાં ઈજા થઈ છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ રવિવારે એવું જણાવ્યું હતું કે સોમવારે (બુધવારે ત્રીજી વનડે માટે) અમદાવાદ પહોંચ્યા પછી બેથેલની ઈજાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ADVERTISEMENT
Welcome, Bants! 👋
— England Cricket (@englandcricket) February 9, 2025
Tom Banton called up as cover for the 3rd ODI against India in Ahmedabad.
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket
બેન્ટનનું ક્રિકેટ કરિયર કેવું
ADVERTISEMENT
26 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન બેન્ટને છ વનડે રમી છે જેમાં ૧૩૪ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેમનો સર્વોચ્ચ સ્કોર 58 રન હતો. UAEમાં રમાઈ રહેલી ILT 20-20 માં, તેણે 11 ઇનિંગ્સમાં 54.77 ની સરેરાશથી 493 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી બે સદી પણ આવી. ઓગસ્ટ 2020 માં ઇંગ્લેન્ડ માટે છેલ્લી ODI રમનાર બેન્ટન T20 ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. તે હાલમાં UAE ILT20 સ્પર્ધામાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જ્યાં તેણે 11 ઇનિંગ્સમાં 54.77 ની સરેરાશથી 493 રન બનાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે.
બીજી વનડે માટે 3 ફેરફાર
બેન્ટન સોમવારે ભારત પહોંચશે. ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારત 1-૦થી આગળ છે. ઈંગ્લેન્ડે અહીં બીજી વનડે માટે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે, જેમાં ઈજાગ્રસ્ત બેથેલ, બ્રાયડન કાર્સ અને જોફ્રા આર્ચરના સ્થાને માર્ક વુડ, ગુસ એટકિન્સન અને જેમી ઓવરટનને સામેલ કરવામાં આવ્યા છે.
12મીએ અમદાવાદમાં ફાઈનલ વનડે
ભારત અને ઈંગ્લેન્ડ 12 ફેબ્રુઆરીએ મેચોની સીરિઝની અંતિમ અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.