બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:59 PM, 9 February 2025
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં છે. મહેમાન ઈંગ્લેન્ડ સામે ટી 20 સીરિઝ બાદ ભારતે હવે વનડે સીરિઝ પણ જીતી લીધી છે. ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને 2-0થી વનડે સીરિઝ જીતી લીધી છે, ભારત હવે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અંતિમ વનડે રમવા ઉતરશે અને જીતે તો શ્રેણીમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરશે. ઈંંગ્લેન્ડ તરફથી મળેલા 304 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો અને 308 રન કર્યાં હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માની તોફાની સદી ફટકારતાં મુકાબલો એક તરફી થઈ ગયો હતો અને સરળતાથી મેચ અને સીરિઝ બન્ને જીતી લીધી હતી.
ADVERTISEMENT
Odisha | #INDvsENG 2nd ODI | India (308/6) defeats England (304) by 4 wickets to take an unassailable 2-0 lead in the three-match ODI series.
— ANI (@ANI) February 9, 2025
(Pic: ANI Picture Service) pic.twitter.com/VQ6HJwwljF
76 બોલમાં રોહિતની તોફાની સદી
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયામાં હિટમેનથી જાણીતો રોહિત શર્મા 16 મહિના બાદ રંગમાં દેખાયો હતો અને 76 બોલમાં તોફાની સદી ફટકારી હતી અને ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા. રોહિતની સદીમાં 7 સિક્સ અને 9 ફોર સામેલ છે. 16 મહિના બાદ રોહિતે સદી ફટકારી હતી. રોહિત 119 રન ફટકારીને આઉટ થયો હતો. આ પહેલાં 11 ઓક્ટોબર 2023માં અફઘાનિસ્તાન સામે રોહિતે સદી ફટકારી હતી.
રોહિત બાદ ગિલ-અય્યર સારુ રમ્યાં
રોહિત બાદ શુભમન ગિલ પણ સારુ રમ્યો હતો અને તેણે શાનદાર 60 રનનું યોગદાન આપ્યું હતું જોકે વિરાટ કોહલી ચાલ્યો નહોતો અને તે 5 રનમાં આઉટ થયો હતો ત્યાર બાદ શ્રેયસ અય્યરે પણ શાનદાર 44 અને અક્ષર પટેલે 41 રન કર્યાં હતા. ત્યાર બાદ કેએલ રાહુલે 10, હાર્દિક પંડ્યાએ 10 અને રવિન્દ્ર જાડેજાએ 11 રન કર્યાં હતા.
India wrap up the series 2-0 with a win over England in Cuttack 👏#INDvENG 📝: https://t.co/6P66iIrFim pic.twitter.com/gE9Rrzym2w
— ICC (@ICC) February 9, 2025
12મીએ અમદાવાદમાં ટીમ ઈન્ડિયા ઉતરશે વ્હાઈટ વોશ કરવા
વનડે સીરિઝમાં 2-0થી આગળ રહ્યાં બાદ ભારતે હવે અમદાવાદમાં 12 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરવા ઉતરશે.
ઈંગ્લેન્ડે નિર્ધારીત 50 ઓવરમાં 304 રન બનાવ્યાં
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને ઈંગ્લેન્ડે નિર્ધારીત 50 ઓવરમાં 304 રન બનાવ્યાં હતા. ઓપનર ફિલ સોલ્ટ અને બેન ડકેટે 10 ઓવરમાં 81 રન કરી નાખ્યાં હતા. ડકેટે માત્ર 36 બોલમાં ફિફ્ટી લગાવી દીધી હતી, સોલ્ટ જામી જાત પરંતુ વરુણ ચક્રવર્તીએ તેને જાડેજાને હાથે કેચ આઉટ કરાવ્યો હતો અને મોટી વિકેટ લીધી હતી. સોલ્ટે 29 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ડકેટે 56 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા. અહીંથી, જો રૂટ અને હેરી બ્રુકે મળીને ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી. બ્રુક 31 રન બનાવીને હર્ષિત રાણાની બોલિંગમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો. 168 રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડ્યા બાદ, કેપ્ટન જોસ બટલર અને જો રૂટ વચ્ચે ચોથી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ. આ દરમિયાન રૂટે હાર્દિક પંડ્યાના બોલ પર એક સિંગલ લઈને 60 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. આ પછી રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડને બે મોટા ઝટકા આપ્યા. જાડેજાએ પહેલા જો રૂટને આઉટ કર્યો, જેનો કેચ વિરાટ કોહલીએ લીધો હતો. પછી જદ્દુએ તેને જેમી ઓવરટનના હાથે કેચ કરાવ્યો. રૂટે 72 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 69 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડે ગુસ એટકિન્સન, આદિલ રશીદ, લિયામ લિવિંગસ્ટોન અને માર્ક વુડની વિકેટ ગુમાવી દીધી.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, ગુસ એટકિન્સન, માર્ક વુડ, આદિલ રશીદ, સાકિબ મહમૂદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.