બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / VIDEO : ડેબ્યૂ વનડેમાં હર્ષિત રાણાએ ઈતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં કર્યું કારનામું, કપિલ દેવ-બુમરાહને પછાડ્યાં

ભારત ઈંગ્લેન્ડ વનડે / VIDEO : ડેબ્યૂ વનડેમાં હર્ષિત રાણાએ ઈતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં કર્યું કારનામું, કપિલ દેવ-બુમરાહને પછાડ્યાં

Last Updated: 05:49 PM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી વનડે રમવા ઉતરેલા હર્ષિત રાણાએ એક મોટો ઈતિહાસ રચ્યો છે.

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ગુરુવારે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય કરી શક્યો નથી. નાગપુરમાં 3 મેચોની વનડે સીરિઝની પહેલી મેચમાં હર્ષિતે ત્રીજી વિકેટ લેતાની સાથે જ તેણે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે બેન ડકેટ, હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોન જેવા દિગ્ગજ ખેલાડીઓને આઉટ કર્યાં હતા. હવે હર્ષિત રાણા ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે, ટી20) માં ડેબ્યૂ કરતી વખતે પોતાની પહેલી ઇનિંગમાં 3 કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો છે.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓને પછાડ્યાં

હર્ષિતે આ મામલે કપિલ દેવ, જસપ્રીત બુમરાહ અને ઝહીર ખાન જેવા ઘણા ભારતીય દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

ગત વર્ષે ટેસ્ટથી કર્યું ડેબ્યૂ

હર્ષિતે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચ નવેમ્બર 2024 માં રમાઈ હતી, જેમાં હર્ષિતે આ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 48 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 69 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ પછી હર્ષિતે ટી 20માં ડેબ્યૂ કર્યું હતું. 31 જાન્યુઆરી 2015ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 33 રન આપીને ૩ વિકેટ લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India England 1st ODI India England 1st ODI news Harshit Rana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ