બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / શુભમન શુભ-શુભ ! ટીમ ઈન્ડીયાએ વિદેશથી પહેલી સીરિઝ જીતી, વર્લ્ડ કપ બાદ બીજી સફળતાં

ક્રિકેટ / શુભમન શુભ-શુભ ! ટીમ ઈન્ડીયાએ વિદેશથી પહેલી સીરિઝ જીતી, વર્લ્ડ કપ બાદ બીજી સફળતાં

Last Updated: 09:47 PM, 14 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે શુભમન ગિલની આગેવાનીમાં ઝિમ્બામ્બે સામેની ટી 20 સીરિઝ જીતી લીધી છે.

શુભમન ગિલ ટીમ ઈન્ડીયા માટે લકી સાબિત થયો છે. શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડીયા વિદેશમાં જઈને પહેલી સીરિઝ જીતી લાવ્યું છે. ટીમ ઈન્ડીયાએ ઝિમ્બાબ્વેની ધરતી પર તેને હરાવીને ટી 20 સીરિઝ કબજે કરી છે. રવિવારે સીરિઝની છેલ્લી 5મી મેચ 42 રને જીતી લઈને ભારતે 4-1થી સીરિઝ જીતી લીધી છે.

4-1થી સીરિઝ જીતી

પાંચ મેચોની ટી 20 સીરિઝમાં ભારતની 4માં અને 1માં ઝિમ્બાબ્વેની જીત થઈ છે. શુભમન ગિલની આગેવાનીમાં આ સીરિઝ જીતાઈ હોવાથી બીસીસીઆઈએ તેને ટી 20 કેપ્ટન તરીકે જાળવી રાખી શકે છે. કેપ્ટનની ઉપરાંત શુભમન ગિલનું પર્ફોમન્સ પણ સારુ રહ્યું હતું. વર્લ્ડ કપ બાદ ભારતની આ બીજી સફળતાં છે.

સંજુ સેમસન અને રિયાન પરાગે બાજી સંભાળી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. એક સમયે ટીમે માત્ર 40 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સંજુ સેમસન અને રિયાન પરાગે 56 બોલમાં 65 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. સંજુએ 45 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. જ્યારે રેયાને 22 રન બનાવ્યા હતા. અંતમાં શિવમ દુબેએ 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. બીજી તરફ ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારાબાનીએ શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ લીધી. કેપ્ટન સિકંદર રઝા, રિચર્ડ નગારવા અને બ્રેન્ડન માવુતાને 1-1 સફળતા મળી હતી.

વધુ વાંચો : ટીમ ઈન્ડિયાની યુવા બ્રિગેડે લહેરાવ્યો તિરંગો, ઝીમ્બાબ્વેને હરાવી 4-1થી શ્રેણી પર સકંજો

મુકેશ કુમારે 4 વિકેટ ઝડપી

ભારતીય ટીમ તરફથી એકદમ સચોટ બોલિંગ હતી. ફાસ્ટ બોલર મુકેશ કુમારે બોલિંગ કરીને તબાહી મચાવી હતી અને 22 રનમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેના સિવાય શિવમ દુબેને 2 સફળતા મળી. તુષાર દેશપાંડે, અભિષેક શર્મા અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

India vs Zimbabwe 5th T20 IND beat ZIM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ