Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વીજળી કાપ / ગુજરાતના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ગુજરાત સરકારે ખેડૂતોને અપાતી વીજળીમાં કર્યો ઘટાડો

 

ગુજરાતના ખેડૂતોની મૂશ્કેલીમાં વધારો છે. ચૂંટણી પૂર્ણ થતા સરકારે ખેડૂતોને મળતી વીજળી પર કાપ મુકવામાં આવ્યો છે. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ આક્ષેપ કર્યો છે. કે ગુજરાતમાં એપ્રિલના બીજા સપ્તાહથી ખેડૂતોને 10 કલાકની વીજળી મળી રહી હતી જે ઘટાડીને 8 કલાક કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારા થયો છે. સિંચાઇના પાણીના અભાવ વચ્ચે વીજ કાપથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી ગુજરાત ખેડૂત સમાજનું પ્રતિનિધીમંડળ વીજ કંપનીના MDને રજૂઆત કરશે. વીજ કંપનીના MDને મળીને 10 કલાક વીજળી આપવા માટે માગ કરશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ