બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સિગારેટ ફૂંકતા લોકો સાવધાન! શિયાળામાં વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ, જાણો લક્ષણો
Last Updated: 08:33 PM, 13 December 2024
શિયાળીની ઋતુ એટલે બિમારીનું ઘર કારણ કે સૌથી વધારે બિમારી આ જ સિઝીનમાં થતી હોય છે. સૌથી વધુ આ ઋતુમાં શ્વાસ સંબંધ તકલીફ વધારે થતી હોય છે, જેના કારણે આ સિઝનમાં હાર્ટ એટેકના કેસ પણ વધી જાય છે. પરંતુ અત્યારે તો કોઇપણ વ્યક્તિને કોઇ પણ સમયે હાર્ટ અટક આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર ઉનાળાની સરખામણીએ શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કેસ વધી જાય છે. એનું એક માત્ર કારણ છે વાતાવરણમાં ફેરફાર.
ADVERTISEMENT
શિયાળામાં હૃદયના રોગોમાં પણ વધારો થાય છે. આ સિઝનમાં ઓછા તાપમાનને કારણે હૃદયની રક્તવાહિનીઓ અને કોરોનરી ધમનીઓ સંકોચાઈ શકે છે, જેની સીધી અસર શરીરમાં વહેતા લોહી પર પડે છે. જો કે બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધી શકે છે જેના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. તો શિયાળામાં હાર્ટ અટેક ના આવે તેના માટે આટલી સાવચેતી રાખવી જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નિષ્ણાતના મતે આ ઋતુમાં લોકો ઉનાળા કરતાં વધુ ખાય છે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા હોય છે. જેના કારણે મેટાબોલિઝમ પણ સારું નથી રહેતું અને ખાવાની ખોટી આદતોને કારણે સુગર લેવલ પણ વધી જાય છે. તેનાથી વજન વધે છે. BPમાં વધારો, વજનમાં વધારો થાય છે. આ તમામ બીમારી હાર્ટ અટેકનું કારણ બની શકે છે. ડોક્ટરના કહેવા અનુસાર શિયાળામાં હૃદયની ધમનીઓ સંકોચાય છે અને લોહીનું પ્રમાણ વધે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધવાનો ખતરો રહે છે. જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
નિષ્ણાત જણાવે છે કે જે લોકો વૃદ્ધ છે, જેમને પહેલાથી જ હૃદયની બીમારી છે અને વધુ ધૂમ્રપાન કરે છે તેમને હાર્ટ અટેકનું જોખમ વધારે છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ અને નાના બાળકો પણ જોખમમાં છે. કારણ કે નાના બાળકો તેમના શરીરનું તાપમાન જાળવી શકતા નથી. જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને હાર્ટ અટેકનો ખતરો પણ રહે છે. આ ઋતુમાં ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ.
ADVERTISEMENT
જો તમને લાગે છે કે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે અથવા તમને કોઈ અન્ય સમસ્યા છે, જે વધુ ખરાબ થઈ શકે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. ખાસ કરીને જો છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ હોય. જો તમને અચાનક પરસેવો આવવા લાગે તો તરત જ હોસ્પિટલમાં જાઓ. સમયસર લક્ષણોની ઓળખ કરીને રોગને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.