C-295 Aircraft News: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગાઝિયાબાદના હિંડન એરબેઝ ખાતે એક સમારોહમાં વાયુસેનાને C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સોંપ્યું
ભારતીય વાયુસેનાની તાકાત બમણી થઈ ગઈ
C-295 એરક્રાફ્ટ વાયુસેનામાં સામેલ થઈ ગયું
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વિમાનો વાયુસેનાને સોંપ્યા
C-295 Aircraft : ભારતીય વાયુસેનાની તાકાત બમણી થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે, આજે પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે જોડાયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગાઝિયાબાદના હિંડન એરબેઝ ખાતે એક સમારોહમાં વાયુસેનાને C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સોંપ્યું હતું. આ સાથે રાજનાથ સિંહે આજે ભારત ડ્રોન શક્તિ 2023નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ સ્વદેશી ડ્રોન 2 દિવસ સુધી તેમના સ્ટંટનું પ્રદર્શન કરશે.
Attended the unveiling ceremony of C-295 MW at the Hindon Air Force Station. This medium lift tactical aircraft is capable of taking off and landing from unprepared landing grounds and it will replace the HS-748 Avro aircraft.
આજથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. C-295 એરક્રાફ્ટ વાયુસેનામાં સામેલ થઈ ગયું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વિમાનો વાયુસેનાને સોંપ્યા હતા. ભારતીય વાયુસેનાને 56 C-295 એરક્રાફ્ટ મળ્યા. હિંડન એરબેઝ પર ડ્રોન શક્તિ 2023નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સ્વદેશી ડ્રોનનું કરતબ જોવા મળશે.
C-295 એરક્રાફ્ટની તાકાત
C-295 એરક્રાફ્ટના સામેલ થવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. C-295 એરક્રાફ્ટની ઝડપ 482 કિમી પ્રતિ કલાક છે. C-295 એરક્રાફ્ટ 13 હજાર ફૂટની ઊંચાઈએ ઉડવા માટે સક્ષમ છે. ભારતને 21 હજાર 935 કરોડ રૂપિયામાં 56 સી-295 એરક્રાફ્ટ મળ્યા છે.
C-295ની વિશેષતા શું ?
C-295 એરક્રાફ્ટ 7,050 કિલોગ્રામ પેલોડ ઉપાડી શકે છે. C-295 એરક્રાફ્ટ 71 સૈનિકો, 44 પેરાટ્રૂપર્સ અને 24 સ્ટ્રેચર્સને લઈ જઈ શકે છે. એટલું જ નહીં સી-295 એરક્રાફ્ટ 11 કલાક સુધી સતત ઉડી શકે છે. તમામ C-295 એરક્રાફ્ટ સ્વદેશી ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટથી સજ્જ છે.
ચીન શા માટે ચિંતિત ?
C-295 એરક્રાફ્ટ શોર્ટ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે છે. ઉતરાણ માટે 670 મીટરની લંબાઈ પૂરતી છે. આ લદ્દાખ, કાશ્મીર, આસામ અને સિક્કિમમાં મદદરૂપ થશે. આ કારણે ચીન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ચીન સાથેની ઉત્તરી અને પૂર્વી સરહદો પરનો તણાવ હજુ સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં જો જરૂર પડશે તો ભારતનું C-295 એરક્રાફ્ટ ડ્રેગનને હરાવી શકશે.