શું 'મત' /
પોલીસ પગાર વધારાને વધાવી લેવાયો, ભરૂચ પોલીસ સ્ટેશનમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઇ, સોશિયલ મીડિયામાં ટીકાઓ પણ થઈ
Team VTV10:14 PM, 14 Aug 22
| Updated: 10:16 PM, 14 Aug 22
ફિક્સ પગારદાર LRD-ASI, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, તેમજ ASIના વાર્ષિક પગારમાં વધારો કરવામાં આવ્યો
પોલીસકર્મીઓના પગારમાં વધારો
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું ટ્વિટ
"550 કરોડનું ભંડોળ મંજૂર કરાયુ છે"
રાજ્ય સરકારની પોલીસ વિભાગને 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મોટી ભેટ આપવામાં આવી છે. પોલીસ વિભાગના કર્મચારીઑ માટે પગાર વધારો મંજૂર કરતાં 550 કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે. ભરૂચ પોલીસે સ્ટેશન નજીક ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલે સહકર્મચારીઓનું મીઠું મોઢું કરાવી ખુશી વ્યક્ત કરી. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ. સરકારના આ નિર્ણયથી પોલીસ વિભાગે સરકારનો આભાર વ્યક્ત કર્યો. બીજી તરફ પોલીસ ગ્રેડ પે તેમજ અન્ય મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા આ પેકેજને વિપક્ષ ચૂંટણી લક્ષી ગણાવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં અલગ અલગ મીમ્સ દ્વારા ટીકાઓ પણ થઈ રહી છે.
CR પાટિલે ટ્વીટ કરી શું કહ્યું?
ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વ્યવસ્થાપન રહે એ માટે પોલીસકર્મીઓ સતત ખડેપગે રહે છે. પોલીસ કર્મીઓ અને એમનાં પરિવારજનોની સુખાકારી અને કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 550 કરોડનું ભંડોળ મંજૂર કરાયું છે. આ નિર્ણય બદલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું. કોરોનાનાં સમયમાં સર્વ પોલીસકર્મીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી, સુરક્ષા અને સલામતીમાં અગ્રેસર હોવાને કારણે ગુજરાતમાં મૂડીરોકાણ પણ વધ્યું છે, જેમાં પોલીસકર્મીઓનો પણ મહત્વનો ફાળો છે. ગુજરાતનાં સર્વ પોલીસકર્મીઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ ગ્રેડ પે પર સૌથી મોટો નિર્ણય લીધો છે, 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. ત્યારે CMએ ટ્વીટ કરી કહ્યું કે પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
હર્ષ સંઘવીએ પોલીસ પગાર વધારા પર માહિતી આપી
ગુજરાતના પોલીસકર્મીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- તમારા સૌ માટે CMએ મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ મોટું મન રાખી CMએ 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે. દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે. 28-10-2021ના રોજ કમિટી બનાવી હતી. ગુજરાત પોલીસ જવાનોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
માસિક કેટલો પગાર વધ્યો?
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હવે 4 લાખ 16 હજાર થશે, અગાઉ 3 લાખ 63 હજાર હતો. હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,96,394 રૂ. કરાયો:જ્યારે ASIના પગાર વધારી 5,84,094 કરવામાં આવ્યો છે.