બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / increase in demand for roses due to Valentine's Day, young people have to pay such a price

બજાર / વેલેન્ટાઈન ડેના કારણે ગુલાબની માગમાં થયો વધારો, યુવાનોએ ચૂકવવી પડશે આટલી કિંમત

Shyam

Last Updated: 04:11 PM, 12 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઈન ડેની ઉજવણી પર ગુલાબના ફૂલોની માગ વધી રહી છે.  તો એક ગુલાબના ફુલનો ભાવ 100 રૂપિયા થયો છે.

  • વેલેન્ટાઇન ડેને લઈને યુવાનોમાં ઉત્સાહ
  • વેલેન્ટાઇન ડે પર ફૂલોની સુવાસ થઇ મોંઘી
  • એક ગુલાબના ફુલનો ભાવ થયો 100 રૂપિયા

14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે. જેને લઈ પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે. યુવાનોમાં અતિઉત્સાહ અત્યારથી જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં પોલીસ દ્વારા મળવામાં આવી થોડી રાહતને લઈ પાર્ટી આયોજકોમાં પણ ઉત્સાહ છે. અને એડવાન્સ બુકિંગ પણ મળી રહ્યા છે. તો સાથે પ્રથમ વખત ઓપન કેફેમાં લિમિટેડ લોકોની હાજરીમાં પાર્ટીનું આયોજન થશે. પરંતુ કોરોનાની ગાઈડલાઈનું પણ ચૂસ્તપણ પાલન કરવાનું રહેશે. 

વેલેન્ટાઈન ડેના દિવસે જો ગુલાબ ન હોય તો કશું કામનું નથી. ત્યારે વેલેન્ટાઇન ડે પર ફૂલોની સુવાસ મોંઘી થઈ રહી છે. વેલેન્ટાઈન ડેની ઉજવણી પર ગુલાબના ફૂલોની માગ વધી રહી છે.  તો એક ગુલાબના ફુલનો ભાવ 100 રૂપિયા થયો છે. હા તમે પણ આ જાણીને એક મિનિટ ચોંકી જશો. પરંતુ એ વાત સંપૂર્ણ સત્ય છે કે, ગુલાબના ફૂલ ખરીદવા માટે તમારે 100 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

ગુલાબના ફૂલોની સાથે વેલેન્ટાઈન ડે પર આર્ટિફિશિયલ ગિફ્ટની માગણી વધી છે. નવા નવા ડિઝાઇનર પોટ, મગ, ડિઝાઇનર બુકે સહીતનના ટ્રેન્ડ માર્કેટમાં આવી ગઈ છે. અને યુવાનો ખરીદી માટે પણ પહોંચી ગયા છે. આમ છતાં કોરોનાના કારણે વેપારીઓ દર વર્ષની જેમ કમાઈ રહ્યા નથી. જે તેમના માટે એક નિરાશાની વાત છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Valentine's Day ahmedabad અમદાવાદ વેલેન્ટાઈન ડે Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ