બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ઠંડી વધશે કે ઘટશે? હવામાન વિભાગે કરી આકરી આગાહી
Last Updated: 04:39 PM, 9 December 2024
છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. જેના કારણે લોકો શિયાળાની મજા માણી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદ આગામી 4 દિવસ ઠંડી લોકોને ધ્રુજાવશે.
ADVERTISEMENT
1 થી 2 ડીગ્રીનો ઘટાડો
હવામાન વિભાગના અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ 24 કલાક બાદ તાપમાનમાં 1 થી 2 ડીગ્રી ઘટાડો આવશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 12 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું છે. જોકે 24 કલાક બાદ 4 દિવસ તાપમાન યથાવત રહશે, જેમાં 4 દિવસ બાદ નહિવત તાપમાન વધતા નહિવત ઠંડી ઓછી થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
ADVERTISEMENT
કેમ વધશે ઠંડી
આજની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13.9 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ તરફ રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઠંડીમાં વધારો થશે. જેમા પર્વતીય પવન ફૂંકાવવાના કારણે પણ ઠંડીમાં વધારો થશે તેમ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.