બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 06:19 PM, 30 May 2022
ADVERTISEMENT
દેશમાં 1 જૂનથી ફરીથી રસોઈ ગેસના ભાવમાં વધારો થઈ શકે છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ કંપનીઓ ભાવ નક્કી કરે છે. આ વખતે અનુમાન છે કે, ઘરેલૂ એલપીજીના ભાવ 1100 રૂપિયાને પાર થઈ શકે છે. ત્યારે આવા સમયે આપ 1 તારીખ પહેલા ગેસ બુક કરવાને થોડા રૂપિયાની બચત કરી શકો છો. હાલમાં દિલ્હીમાં LPG સિલેન્ડરની કિંમત 1003 રૂપિયા, મુંબઈમાં 1002.5 રૂપિયા, કલકત્તામાં 1029 રૂપિયા અને ચેન્નઈમાં 1058 રૂપિયા છે.
ADVERTISEMENT
મે મહિનામાં બે વાર વધ્યા હતા ભાવ
ગેસ કંપનીઓએ મે મહિનામાં બે વાર ઘરેલૂ એલપીજીના ભાવમાં વધારો કર્યો હતો. પહેલા ભાવ 7 મેના રોજ વધ્યા હતા, તે દિવસે 14.2 કિલોગ્રામ સિલેન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 19 મેના રોજ ફરીથી 3.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે, 1 મહિનામાં રસોઈ ગેસ પર કુલ 53.5 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ગેસની કિંમતને જોતા 1 જૂનથી ફરીથી ભાવ વધવાનુ અનુમાન છે.
કોમર્શિયલ સિલેન્ડરના પણ વધ્યા હતા ભાવ
1 મેથી 19 કિલોગ્રામવાળા કમર્શિયલ સિલેન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં તેની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ કમર્શિયલ સિલેન્ડરની કિંમત રાજધાનીમાં 2355.5 રૂપિયા થઈ ગઈ હતી. તો વળી 5 કિલોગ્રામવાળા નાના એલપીજીની કિંમત વધીને 655 રૂપિયા થઈ ગઈ હતી.
કિંમતોમાં વધારાનું કારણ
તેનું સૌથી મોટુ કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત છે. જો કે, એક કારણ રૂપિયાની ડોલર સાથે સરખામણી પણ છે. હકીકતમાં આ ખરીદી આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર પર થાય છે. અને રૂપિયો નબળો થતાં ભારતને વધારે કિંમત ચુકવવી પડે છે. આ ઉપરાંત હાલમાં ગેસની સપ્લાઈ અને માગ અનુસાર થતી નથી. તેથી ગેસની કિંમતોમાં વધારા પાછળ આટલા કારણો જવાબદાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.