બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / IT રિટર્ન ન કરવું ક્યાંક ભારે ના પડી જાય! થઇ શકે છે આટલા હજારનો દંડ, જેલ પણ!

તમારા કામનું / IT રિટર્ન ન કરવું ક્યાંક ભારે ના પડી જાય! થઇ શકે છે આટલા હજારનો દંડ, જેલ પણ!

Last Updated: 03:17 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: દરેક વ્યક્તિએ છેલ્લી તારીખ સુધી પોતાનું ITR ફાઈલ કરી દેવું જોઈએ. જો કોઈ ટેક્સપેયર છેલ્લી તારીખ સુધી ITR ફાઈલ નથી કરતું તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે. ત્યાં જ જો તે દંડ ચુકવવામાં અસફળ રહે છે તો તેને જેલ પણ થઈ શકે છે.

આ વખતે ઈનકમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. 31 જુલાઈ પહેલા ITR ફાઈલ કરવું જરૂરી છે. જો તમે છેલ્લી તારીખ સુધી ITR ફાઈલ નહીં કરો તો તમારા ઉપર દંડ લાગી શકે છે. સાથે જ જો કોઈ ચુકવવા પાત્ર રકમ બની રહી છે તો તેના પર વ્યાજ પણ આપવું પડશે. આ રકમ ન ચુકવવા પર જેલ પણ થઈ શકે છે.

tax-2_5 (1) (1)

થઈ શકે છે આ કાર્યવાહી

5000 રૂપિયા સુધીનો દંડ

છેલ્લી તારીખ એટલે કે 31 જુલાઈ સુધી ITR ફાઈલ ન કરવા પર 5000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. ઈનકમ ટેક્સની કલમ 234F હેઠળ તમને દંડ આપવો પડી શકે છે. જો તમારી વાર્ષિક ઈનકમ 5 લાખ રૂપિયા સુધી છે તો 1000 રૂપિયાનો દંડ લાગી શકે છે. વાર્ષિક ઈનકમ 5 લાખથી વધારે હોવા પર દંડની રકમ વધીને 5000 રૂપિયા થઈ જાય છે. જોકે ઈનકમ જો બેસિક છૂટથી ઓછી છે તો કોઈ પણ પ્રકારનો દંડ નથી લાગતો.

tax

નુકસાનને કેરી ફોર્વર્ડ કરવાનો લાભ નથી મળતો

મોડા ITR ફાઈલ કરવા પર નુકસાનને કેરી ફોર્વર્ડ કરવાની સુવિધા નથી મળતી. હકીકતે ઘણા ટેક્સપેયર્સ એવા હોય છે જેને રોકાણમાં નુકસાન થાય છે. એવામાં તે પોતાના નુકસાનને બીજા વર્ષેની કમાણીમાં જોડીને ટેક્સ ચુકવે છે. આ પ્રક્રિયાને કેરી ફોર્વર્ડ કહે છે. તેનો લાભ તેમને મળે છે જે ITR સમય કરતા પહેલા ફાઈલ કરે છે.

WhatsApp Image 2024-06-13 at 6.49.27 PM

ટેક્સ ચુકવવા પર આપવું પડે છે વ્યાજ

ઈનકમ ટેક્સ મોડુ ચુકવવામાં આવે તો ઈનકમ ટેક્સની કલમ 234A હેઠળ ટેક્સ પર વ્યાજ આપવો પડે છે. આ વ્યાજ એક ટકા મહિનાના દરથી લેવામાં આવે છે. માનીલો કે તમારી કમાણી પર તમારે 2 લાખ રૂપિયા ટેક્સ ચુકવવાનો છે. તમે છેલ્લી તારીખ સુધી ટેક્સ નથી ભરતા. બાદમાં તમે 5 મહિના બાદ એટલે કે ડિસેમ્બરમાં ઈનકમ ટેક્સ ફાઈલ કરો છો તો તમારે 10 હજાર રૂપિયા વ્યાજ ચુકવવું પડે છે. આ રકમ ટેક્સની રકમમાં જોડાઈ જશે જેનાથી આર્થિક બોજો વધી શકે છે.

વધુ વાંચો: ભારતની એક એવી જગ્યા, જ્યાં 21 જૂને પોતાનો પડછાયો પણ સાથ નથી આપતી

jail.jpg

જવું પડી શકે છે જેલ

છેલ્લી તારીખ નીકળી જવા પર અને ટેક્સ ન ભરવા પર તમને જેલ પણ થઈ શકે છે. તેના માટે 3 મહિનાથી લઈને 7 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. જેલમાં રહેવાની સાથે જ દંડ પણ ભરવો પડે છે. જો ઈનકમ ટેક્સની બાકી રકમ 25 હજાર રૂપિયાથી વધારે છે તો 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધી જેલ થઈ શકે છે. ત્યાં જ જો રકમ 25 હજાર રૂપિયાથી ઓછી છે તો 3 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

તમારા કામનું ITR Income Tax Return
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ