income tax new rule pan aadhaar mandatory for cash deposits or withdrawals above 20 lakh
તમારા કામનું /
આવતી કાલથી બદલાઇ રહ્યો છે ઇન્કમટેક્સનો આ નિયમ, જાણી લો નહીં તો મૂકાઇ જશો મુશ્કેલીમાં
Team VTV04:11 PM, 25 May 22
| Updated: 04:40 PM, 25 May 22
મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં એ જાણી લો કે આવતી કાલથી ઇન્કમટેક્સના નિયમમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે.
આવતી કાલથી ઇન્કમટેક્સ વિભાગ કરશે મોટો ફેરફાર
બેંક અથવા પોસ્ટ ઓફિસમાં 20 લાખની રકમ જમા કરાવશો તો પાન-આધાર ફરજિયાત
રોકડ વ્યવહારો પર સરકારની બાજ નજર
જો તમે પણ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલ મોટું ટ્રાન્ઝેક્શન કરો છો તો આ સમાચાર ખાસ તમારી માટે છે. આવતી કાલથી ઇન્કમટેક્સ વિભાગ એક મોટા નિયમમાં ફેરફાર કરી રહ્યું છે. હવે નવા નિયમો અનુસાર, જો કોઇ વ્યક્તિ કોઇ એક નાણાંકીય વર્ષમાં બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં 20 લાખ રૂપિયાની રકમ જમા કરાવે છે તો તેને ફરજિયાત પાનકાર્ડ અને આધાર કાર્ડ જમા કરાવવાનું રહેશે.
ઇન્કમટેક્સ (15th Aamendment) રૂલ્સ, 2022 અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેજ (CBDT) એ નવા નિયમ જાહેર કરી દીધા છે. જે આવતી કાલે 26મેથી લાગુ થઇ રહ્યો છે.
જાણો PAN-Aadhaar ક્યારે જરૂરી થશે?
જો કોઈ વ્યક્તિ નાણાંકીય વર્ષમાં એક અથવા તો તેનાથી વધારે ખાતામાં 20 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવે છે, તો તેણે પાનકાર્ડ અને આધાર કાર્ડ સબમિટ કરવું પડશે.
નાણાંકીય વર્ષમાં બેંકિંગ કંપની અથવા સહકારી બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં કોઈ પણ એક અથવા વધુ ખાતામાંથી 20 લાખ રૂપિયા ઉપાડવા માટે પણ PAN-Aadharને લિંક કરવું જરૂરી.
જો તમે બેંકિંગ કંપની, કો-ઓપરેટિવ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ચાલુ એકાઉન્ટ અથવા તો કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલો છો તો પણ PAN-Aadhar આપવું પડશે.
જો કોઈ વ્યક્તિ કરન્ટ એકાઉન્ટ ખોલે છે તો તેની માટે પણ પાનકાર્ડ ફરજિયાત રહેશે.
જો કોઈનું બેંક એકાઉન્ટ પહેલેથી જ PANCARD સાથે લિંક છે, તો પણ તેણે ટ્રાન્ઝેક્શન માટે PAN-Aadhar લિંક કરવું પડશે.
રોકડ વ્યવહારો પર સરકારની બાજ નજર
વાસ્તવમાં, આવકવેરા વિભાગે આ નિર્ણય રોકડની નકલ ઘટાડવા માટે અને દેખરેખના હેતુ માટે લીધો છે. સરકારે આ નિર્ણય એટલાં માટે લીધો કારણ કે આવક વિભાગ લોકોની નાણાંકીય લેણદેણથી અપડેટ રહે. એવામાં હવે આધાર અને PANCARD જોડવાથી વધુને વધુ લોકો ઈન્કમ ટેક્સના દાયરામાં આવી જશે. હકીકતમાં, ટ્રાન્ઝેક્શન દરમિયાન PAN નંબર હોવા પર આવકવેરા વિભાગ (Income tax department) તમારી પર ચાંપતી નજર રાખશે.