બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 08:55 PM, 31 July 2022
ADVERTISEMENT
નાણાકીય વર્ષ 2021-22 (AY 2022-23) માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. કરદાતાઓ પાસે આઇટીઆર ફાઇલ કરવા માટે હવેથી થોડા કલાકો જ બાકી છે. સમય મર્યાદામાં ITR ફાઇલ ન કરવા પર દંડ ભરવો પડશે. જો કે સમસ્યા એ છે કે આઇટીઆર ફાઇલ કરવાના છેલ્લા દિવસે ઘણા લોકો ટેકનિકલ સમસ્યાના કારણે આઇટીઆર ફાઇલ કરી શકતા નથી.
આવી રહી છે ભૂલ
1. વેલિડેશન્સ નિષ્ફળ થઈ રહ્યા છે. ઝિપ કોડ માંગવામાં આવી રહ્યા છે.
2. ઝીપ કોડ વિવરણ પિન કોડ કરતા અલગ દેખાય છે. જો કે ઓનલાઇન ફોર્મમાં વિગતો દાખલ કરતી વખતે ત્યાં કોઈ ફિલ્ડ નથી.
3. પ્રિવ્યુમાં પણ ઝિપ કોડ અને પિન કોડ પણ એક જ ફિલ્ડ તરીકે બતાવવામાં આવી રહ્યો છે, પરંતુ વપરાશકર્તાઓ આગળ વધવામાં અસમર્થ છે.
નોંધ :- આ ભૂલો એવા કિસ્સાઓમાં આવી રહી છે જ્યાં વપરાશકર્તાઓ સંપત્તિના વેચાણથી કેપિટલ ગેઇન મેળવી રહ્યા છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર છેલ્લી તારીખ વધારવાની માંગ
સોશિયલ મીડિયા દ્વારા લોકો પણ ITR ભરવાની મુદત વધારવાની માંગ કરી રહ્યા છે. આ પાછળનું કારણ તેઓ આઇટીઆર ફાઇલ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓને આપી રહ્યા છે. ભૂતકાળમાં ટ્વીટર પર ઘણા હેશટેગ ટ્રેન્ડ થઇ ચૂક્યા છે અને આજે પણ થઇ રહ્યા છે.
કોર્પોરેટ્સ અને બિઝનેસમેનને 31 ઓક્ટોબર સુધીમાં રિટર્ન ભરવાનું હોય છે
ટેક્સપેયર્સની કેટેગરી પ્રમાણે આઇટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ અલગ-અલગ હોય છે. પગારદાર લોકોએ 31 જુલાઈ સુધીમાં આઇટીઆર ફાઇલ કરવાનું હોય છે, જ્યારે કોર્પોરેટ્સ અને બિઝનેસ માટે 31 ઓક્ટોબર સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.