બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ચોમાસાની શરૂઆતમાં જ ગૃહિણીઓનું બજેટ ખોવાયું, શાકભાજીના ભાવ આસમાને, જાણો લેટેસ્ટ રેટ

મોંઘવારી / ચોમાસાની શરૂઆતમાં જ ગૃહિણીઓનું બજેટ ખોવાયું, શાકભાજીના ભાવ આસમાને, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 01:20 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અઠવાડિયામાં શાકભાજીની આવક ૨૫ થી ૩૦% જેટલી ઘટી ગઈ છે. જેના કારણે લીલા શાકભાજીના ભાવમાં ૨૦%નો વધારો થયો છે. ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા, ટિંડોળાનાં ભાવ પ્રતિકિલો રૂપિયા100 સુધી પહોંચ્યા છે

ચોમાસુ હજુ શરૂ નથી થયું, અને ગરમી ઘટતી નથી જેને લઇને જમાલપુર APMC શાકમાર્કેટમાં એક અઠવાડિયામાં શાકભાજીની આવક ૨૫ થી ૩૦% જેટલી ઘટી ગઈ છે. જેના કારણે લીલા શાકભાજીના ભાવમાં ૨૦%નો વધારો થયો છે. જમાલપુર APMCનાં વેપારીઓએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી યાર્ડમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

શાકભાજીની આવકમાં 30 ટકા જેટલો ઘટાડો

ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા, ટિંડોળા સહિતની શાકભાજીની આવક રોજ કરતા 30 ટકા ઓછી થઇ છે. તાપમાન સતત ઊંચું રહેતા બજારમાં આવતાં શાકભાજીના જથ્થામાં વધુ બગાડ હોવાથી આવક પર અસર પડી છે. જેને પગલે ભાવમાં 25% સુધીનો વધારો થયો છે.

ભાવ વધતા ઓછુ ખરીદી સંતોષ માનવા મજબૂર ગૃહીણીઓ

ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા, ટિંડોળાનાં ભાવ પ્રતિકિલો રૂપિયા100 સુધી પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે, ગૃહીણીઓ જે શાક પહેલા દોઢ થી બે કિલો લેતી હતી તે હવે અઢીસો થી પાંચસો ગ્રામ લઇ રહી છે. માર્કેટમાં ચાલી રહેલા હાલ વિવિધ શાકભાજીના ભાવો પર નજર કરીએ તો

શાક ભાવ ( પ્રતિ કિલો)

ભીંડો - 65-110

ચોળી, - 55-130

પરવર - 70-120

દૂધી- 40-100

ગાજર- 70-120

લીંબુ - 80-130

રવૈયા- 60-110

ગલકા- 60-90

ટિંડોળા- 80-140

કોબીજ 80-100

ફુલાવર 60-100

ટામેટા 50-70

કાકડી 40-90

બટેટા 40-55

રીંગણ 50-65

આ પણ વાંચોઃ 'ઈસકે અંદર 45 કિલો સોના નિકલેગા' પરિણીતાના કપડાં કઢાવી કરી તાંત્રિક વિધિ, પછી ગુરુજી સ્વીચ ઓફ

સંકળાયેલા મુદ્દાઓ

price vegetables increase
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ