બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી! ખેડૂતોની માસિક આવક માત્ર આટલા રૂપિયા, જાણો દેશમાં કયો ક્રમાંક
Last Updated: 06:11 PM, 7 August 2024
ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે. અને વિવિધ વાયદા પણ કરવામાં આવતા હોય છે. જે બાદ પણ ખેડૂતોની સ્થિતીમાં કોઇ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી. વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ ખેડૂતોની દશા ઠેરની ઠેર રહી છે. ખેડૂતોની માસિક આવક માત્રને માત્ર 12,631 રહી છે.
ADVERTISEMENT
બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં પણ મેધાલય, હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને લઇ વિવિધ પ્રકારની યોજના અને વાયદા વચનો કરવામાં આવે છે. પરંતુ આ તમામ કામગીરી કર્યા બાદ ખેડૂતોની આવકમાં કોઇ સુધારો થયો નથી.
ADVERTISEMENT
રાજ્યના ખેડૂતોની માસિક આવક
ગુજરાતની આવક 11માં ક્રમે
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે, ભારતમાં ખેડૂતોની માસિક આવક સરેરાશ રૂા.20-22 હજાર રહી છે. તેમાં પણ મેઘાલય પ્રથમ ક્રમે રહ્યુ છે. આ રાજ્યના ખેડૂતોની માસિક આવક રૂ. 29348 રહી છે. જયારે રૂ.26701 માસિક આવક સાથે પંજાબ બીજા નંબરે રહ્યુ છે. ત્રીજા ક્રમે હરિયાણા રહ્યુ છે જયાં ખેડૂતો મહિને રૂ.22841 મેળવી રહ્યા છે. જોકે, વિકસીત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ 11માં ક્રમે રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે ખેતીનું બિયારણ, ખાતર, જંતુનાશક દવા સહિત ખેતીલાયક ચીજવસ્તુઓ મોઘી બની છે. એ તો ઠીક, પણ હવે તો ખેતમજૂરી પણ મોઘી થઇ છે. અગાઉ ખેતમજૂરને રૂ.125 અપાતા. આજે ખેતમજૂરીનો ખર્ચ રૂ.350 સુધી પહોચ્યો છે. આમ છતાંય ખેતશ્રમિકો મળતાં નથી.
વધુ વાંચો : VIDEO : ચાલતી બાઈક પર છોકરાએ છોકરીને કરી તસતસતી કિસ, બન્ને બન્યાં બેશરમ
બિયારણના ભાવ બમણા
અગાઉ બિયારણની થેલી રૂ.50-60માં મળતી હતી. જે હાલમાં રૂ.100 વેચાય છે. હાલ એક વીઘામાં વાવેતર કરવાનો ખર્ચ રૂા.25 હજાર સુધી પહોચ્યો છે. ખેતી ખર્ચમાં 30 ટકાનો વધારો થયો છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરતા નાણાં મળતા નથી. જેના કારણે ખેડતોના દેવા વધ્યા છે. ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત પરિવારના માથે રૂ.59 હજારનું દેવુ છે. જેના કારણે ઘણાં ખેડૂતો નાછૂટકે ખેતીની જમીનો વેચવા મજબૂર બન્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.