બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / including BJP councilor 2 brothers and 5 men shot 5 knife wounds to the head constable

અમદાવાદ / ભાજપ કાઉન્સિલરના બે ભાઈ સહિત 5 શખ્સોએ હેડ કોન્સ્ટેબલને છરીના 5 ઘા માર્યા

Bhushita

Last Updated: 03:04 PM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીરમગામ ટાઉન પોલીસના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પર પાંચ શખ્સો દ્વારા છરી વડે હુમલો કરી યુનિફોર્મ ફાડી નાખીને હત્યા કરવાની કોશિશ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

આ બનાવને લઇ ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલે વીરમગામ નગરપાલિકાના કાઉન્સીલર દિલીપ કાઠીના બે ભાઇ અને પુત્ર સહિત પાંચ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

ગિરવતસિંહ વાઘેલા વીરમગામ ટાઉન પોલીસના ટ્રાફિક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ નિત્ય ક્રમ મુજબ અંબાજી મંદિર પાસે ફરજ બજાવતા હતા તે દરમિયાન એક ટુ‌વ્હીલર અડચણ થાય તે રીતે રસ્તામાં પડ્યું હતું, જેથી ગિરવતસિંહે એક્સેસચાલકને હટાવવા માટે કહ્યું હતું, જેના કારણે તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ગિરવતસિંહ સાથે બોલાચાલી કરતાં તેનું ટુવ્હીલર જપ્ત કરીને દંડ ભરવા માટે કહેવામાં આવ્યું હતું.

જોકે ગુસ્સે ભરાયેલા ચાલકે બીજા ચાર શખ્સને બોલાવી લઇને ગિરવતસિંહને કહ્યું હતું કે તમારી હિંમત કેમ થઇ, આજે તમને પૂરા જ કરી દેવા છે. આમ કહીને છરી વડે હુમલો કર્યો હતો. ગિરવતસિંહને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ગિરિવતસિંહે પહેરેલ યુનિફોર્મ ફાડી નાખીને તેમના શર્ટનાં બટન તોડી નાખી તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો.
આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગિરિવતસિંહ લોહીલુહાણ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગિરિવતસિંહે પાંચ શખ્સ વિરુદ્ધમાં આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે શિવરાજ કાઠી, અજયભાઇ કાઠી, મહેબૂબખાન કુરેશીની અટકાયત કરી હતી, જ્યારે મનુભાઈ કાઠી અને મહાવીર ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Constable Viramgam police ahmedabad injured Police અમદાવાદ હેડ કોન્સ્ટેબલ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ