Include these vegetables in the diet, there will be no vitamin deficiency, the health benefits are amazing
હેલ્થ /
ખોરાકમાં સામેલ કરો આ શાકભાજી, નહીં રહે વિટામિનની કમી, હેલ્થ બેનિફિટ્સ છે અદભૂત
Team VTV11:37 PM, 08 Feb 23
| Updated: 12:38 AM, 09 Feb 23
કેલનું જ્યૂસ બ્લડ પ્રેશર, બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ત્રણેયને ઘટાડવામાં મદદ કરે છે.
ગાજર, વટાણા, પાલકના હેલ્થ બેનિફિટ્સ છે અદભૂત
પાલકનું સેવન શરીર માટે ખૂબ ઉપયોગી
વટાણા ડાઈજેશનમાં હેલ્પ કરે છે
લીલાં શાકભાજીમાં પાલકનું સેવન શરીર માટે ખૂબ ઉપયોગી છે. જો તમે પાલકને ખોરાકમાં સામેલ કરો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો. પાલકમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન્સ, આયર્ન અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે જે હાડકાં અને મસલ્સને મજબૂત બનાવવાની સાથે બ્લડ પ્રેશરને ઓછું કરે છે. પાલકનું સેવન હાર્ટ માટે ઘણું ઉપયોગી છે.
લીલાં શાકભાજીમાં ઘણી જાણીતી શાકભાજી છે. તેમાં પણ કેલ પોષક તત્વોનો ભંડાર છે. કેલમાં મોટી માત્રામાં વિટામિન એ, સી અને કે હોય છે. હાઈ કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેને કેલનું સેવન ફાયદો પહોંચાડે છે. કેલનું જ્યૂસ બ્લડ પ્રેશર, બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ત્રણેયને ઘટાડવામાં મદદ કરે છે. દાંત માટે કેલનું સેવન ઉપયોગી છે.
શક્કરિયાંમાં મોટા પ્રમાણમાં ફાયબર હોય છે
વિદેશી શાકભાજી હોવા છતાં બ્રોકલી તેના ગુણના કારણે ભારતમાં લોકપ્રિય છે. તે ફૂલાવર અને કોબીના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. બ્રોકલીમાં મોટા પ્રમાણમાં વિટામિન કે અને સી હોય છે. તેનું સેવન અનેક બીમારીઓના બચાવની સાથે કેન્સર કોશિકાઓને વધતા રોકે છે.:શક્કરિયાંમાં મોટા પ્રમાણમાં વિટામિન સી અને બી ૬ હોય છે. જે ડાયાબિટીસથી પીડિત લોકો માટે ફાયદાકારક છે. શક્કરિયાંમાં મોટા પ્રમાણમાં ફાયબર હોય છે. જે બ્લડ શુગરને ઘટાડે છે. તેમાં બીટા કેરાટિન હોવાના કારણે બ્લડ શુગરને રેગ્યુલેટ કરે છે.
મેટાં પ્રોસ્ટેટ કેન્સર રોકવામાં મદદ કરે છે
ઠંડીમાં આવતાં ગાજર બાળકોથી લઈને તમામ લોકોને ખૂબ પસંદ હોય છે. ગાજર આપણી આંખ માટે ખૂબ ઉપયોગી છે. તેમાં વિટામિન એ મોટા પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા ન્યૂટ્રિએટ્સ કેન્સરરોધી પ્રોપર્ટી છે. લાઈકોપિન અને એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર ટામેટાં પ્રોસ્ટેટ કેન્સર રોકવામાં મદદ કરે છે. આંખ માટે પણ ટામેટાંનો ઉપયોગ લાભકારી છે. વધતી ઉંમરની સાથે થતી મુશ્કેલીમાં પણ ટામેટાં ઘણાં ઉપયોગી છે.:શિયાળો શરૂ થતાં જ ઘરમાં વટાણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ખોરાકનો સ્વાદ વધારનારા વટાણા ગુણમાં પણ કોઈ શાકભાજીથી ઓછા નથી. તેમાં ફાયબર, પ્રોટીન, વિટામિન્સ મોટા પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા ફાયબર પેટમાં સારા બેક્ટેરિયાને વધારે છે. વટાણાને પૂરતા પ્રમાણમાં ખાવાથી ડાઈજેશનમાં હેલ્પ કરે છે.