બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / બ્લડ પ્રેશર કંટ્રોલમાં લાવવું છે? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ

photo-story

4 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / બ્લડ પ્રેશર કંટ્રોલમાં લાવવું છે? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ

Last Updated: 11:10 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે કોઈ ખાસ ઈલાજ નથી. જો કે, ખાણપાણમાં કેટલીક સાવધાની રાખીને તમે તેને કંટ્રોલમાં કરી શકો છો. ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું કે કોઈ એવું ફૂડ ન ખાવું કે જેનાથી બ્લડ પ્રેશર વધે. હંમેશાં એવા ફૂડ્સનું સેવન કરવું જોઈએ જેનાથી બીપી કંટ્રોલમાં રહે. અમે તમને 4 એવા ફૂડ્સ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

1/4

photoStories-logo

1. લીલા શાકભાજીથી મેળવો બીપીથી છૂટકારો

તમે તમારી ડાયટમાં પાલક અને લેટ્યુસ જેવી લીલી શાકભાજીને સામેલ કરવી. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી તેનું સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કેળા કરશે બ્લડ પ્રેશરને કંટ્રોલ

કેળામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં હાઈ બીપીની સમસ્યાથી બચવા માટે એક દિવસમાં એક કેળુ ખાવું અથવા કેળાની કોઈ વાનગી ખાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. બીટ હાઈ બીપીમાં ફાયદાકારક છે

બીટમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ વધારે હોય છે. તે બ્લડ વેસલ્સને ખોલવા અને બ્લડ ફ્લોને સુધારવામાં મદદ કરે છે. તેના પરિણામે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તમે બીટને ડાયટમાં વિવિધ રીતે સામેલ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. લસણથી પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે

લસણ એન્ટિ બાયોટિક અને એન્ટિ ફંગસ છે અને નાઈટ્રિક ઓક્સાઈડ પણ વધે છે. તેનાથી તમારા સ્નાયુઓને આરામ મળે છે. બ્લડ ફ્લો સારું હોવાથી બીપી કંટ્રોલમાં રહે છે. તમે લસણની કાચી કળીનું પણ સેવન કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

health health tips blood pressure

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ