બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આજથી જ ઓફિસના લંચ બોક્સમાં સામેલ કરી દો આ 3 ફૂડ્સ, હેલ્થ રહેશે હેલ્ધી અને ફીટ
Last Updated: 09:59 PM, 20 January 2025
બિઝી લાઇફસ્ટાઇલના કારણે લોકો મોટે ભાગે 9-10 કલાક તેમના કામ કરવાના સ્થળે પસાર કરે છે. આ સ્થિતિમાં ઘણા લોકો સમયસર ભોજન લઈ શકતા નથી, જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમે હેલ્થી રહેવા માંગતા હોવ તો લંચ બોક્સમાં અમુક ફૂડને સામેલ કરી શકો છો. આજે અમે તમને એવી ત્રણ વસ્તુ વિશે જણાવીશું.
ADVERTISEMENT
લંચ બોક્સમાં મેથી પરાઠા અને કોથમીરની ચટણીનો સમાવેશ કરી શકો છો. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ. મેથીમાં સારી એવી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન માટે ખૂબ જ સારું હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા થતી નથી. મેથીમાં આયર્ન, વિટામિન સી અને ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.
ADVERTISEMENT
રાજમા ચાવલ(ભાત) પણ ઓફિસમાં લંચ બોક્સમાં લઈ જઈ શકો છો. તે ભારતના અનેક હિસ્સામાં ફેમસ છે. સ્વાદિષ્ટ સિવાય તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્થી હોય છે. રાજમામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચોખામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ સારું હોય છે, જે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.
ઓફિસમાં તમારા લંચ બોક્સમાં ઈંડા કે પનીરને પણ સામેલ કરી શકો છો. આ સાથે તમે રોટલી કે ભાત પણ લઇ જઈ શકો છો. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્યને સુધાર લાવે છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન હોય છે, જે સ્નાયુઓને મજબૂત બનાવવાનું અને શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.