Incidents of 3 misdeeds in a single day in Gujarat
ક્રાઈમ /
હે પ્રભુ! દ્વારિકાધીશનાં ગુજરાતમાં એક જ દિવસમાં 3 દુષ્કર્મના બનાવ, સુરક્ષાને લઈને ઉઠયા ગંભીર સવાલ
Team VTV02:11 PM, 28 Nov 21
| Updated: 02:16 PM, 28 Nov 21
ગુજરાતમાં એકજ દિવસમાં 3 દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે. જેના કારણે હવે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. સાથેજ લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.
રાજ્યમાં એકજ દિવસમાં 3 દુષ્કર્મના બનાવ
મહિલાઓની સુરક્ષાને લઈને ઉઠ્યા ગંભીર સવાલો
વિજાપુર અને અંકલેશ્વરમાં પરિણીતા સાથે દુષ્કર્મ
આણંદમાં રેલ્વે ટ્રેક પાસે યુવતી સાથે દુષ્કર્મ
રાજ્યમાં વધતા જતા દુષ્કર્મના બનાવો હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ત્યારે વધુમાં આજે એકજ દિવસમાં ત્રણ દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે. જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે.
રેલ્વે ટ્રેક પાસે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
આણંદમાં આજે એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમા વ્યાયમ શાળા નજીક એક શખ્સે યુવતીને તેની હવસનો શિકાર બનાવી હતી. સાંભળીને આપને નવાઈ લાગશે કે આરોપીએ રેલ્વે ટ્રેક પાસે દુષ્કર્મ આચર્યું હતુ. યુવતી સાથે પહેલા યુવકે પરિચય કેળવ્યો હતો અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આ મામલે પોલીસે પણ હવસખોર યુવક સામે ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી છે.
પૂર્વ પ્રેમીએ પરિણીતાને બનાવી હવસનો શિકાર
બીજી તરફ વિજાપુરમાં પણ એક પરિણીતા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમા પરિણીતાના પૂર્વ પ્રેમીએજ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે પૂર્વ પ્રેમી બળજબરીથી પરિણીતાને ભાવનગર લઈ ગયો હતો જ્યા તેની સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતુ. જોકે આ કેસમાં એવી માહિતી પણ સામે આવી છે કે અગાઉ પરિણીતા હવસખોર યુવક સાથે ભાગી હતી. જ્યા તે યુવકે પરિણીતાના દાગીના લઈ લીધા અને તેણે પરત પણ નહોતા કર્યા
જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે આચર્યુ દુષ્કર્મ
ત્રીજો દુષ્કર્મનો બનાવ અંકલેશ્વર ના કોસમડી નજીક સામે આવ્યો છે. જેમાં એક પરપ્રાંતિય મહિલાને આરોપીએ હવસનો શિકાર બનાવી છે. મહિલાના કહેવા પ્રમાણે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનું નામ લંલન પાલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ પરિણીતાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાઓની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો હવે સમાજ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. સાથેજ વધતા જતા દુષ્કર્મના બનાવોને કારણે મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સાવાલો ઉઠી રહ્યા છે.