બ્રેકિંગ ન્યુઝ
VTV / Incidents like 'Nibharya scandal' in Mumbai, Naradhamo commits rape
ParthB
Last Updated: 05:16 PM, 10 September 2021
ADVERTISEMENT
દેશમાં વધુ એક નિર્ભયાકાંડ જેવી ઘટના સામે આવી
મુંબઈમાં 'નિર્ભયા' જેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા પર બળાત્કાર થયો હતો. બળાત્કાર બાદ આરોપીએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ શરમજનક ઘટના મુંબઈના સાકી નાકા વિસ્તારની છે. જ્યાં ખૈરાણી રોડ પર 30 વર્ષીય મહિલા પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો. અને બળાત્કાર બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. મહિલાને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આ કેસમાં માહિતી મળ્યા બાદ પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
નરાધમોની ક્રૂરતા જોઈને દિલ્હી નિર્ભયા કેસની યાદો તાજી થઈ
ઘટનાની માહિતી મળતા DCP અને અધિક પોલીસ કમિશનર સાકી નાકા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસને શંકા છે કે આ ઘટનામાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોઈ શકે છે. પોલીસ આ કેસમાં પકડાયેલા આરોપીની પૂછપરછ કરી રહી છે. વધુ તપાસ ચાલુ છે. મહિલા પર જે પ્રકારની ક્રૂરતા કરવામાં આવી તે જોઈને દિલ્હીના નિર્ભયા કેસની યાદો તાજી થઈ ગઈ. હવે પોલીસ દ્વારા પકડાયેલા એક આરોપીની પૂછપરછ કર્યા બાદ જ સમગ્ર મામલો ખુલ્લામાં બહાર આવશે. જોકે પોલીસે હજુ સુધી આરોપીને ટાંકીને વધુ માહિતી આપી નથી.
પોલીસે આરોપી સામે IPCની ધારા હેઠળ કેસ નોધ્યો
પોલીસે આ કેસમાં અત્યાર સુધી એક આરોપીની ધરપકડ કરી છે અને કેટલાક અન્ય લોકો આમાં સંડોવાયેલા હોવાની શક્યતા છે. આરોપી સામે IPC ની કલમ 307, 376, 323 અને 504 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મોહન ચૌહાણ તરીકે થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.