બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Incident in Vadnagar of Mehsana, luteri dulhan Rob jewelery at the cost of 2.85 lakhs

મહેસાણા / કોમલે કરી નાખ્યું.! વડનગરમાં લૂંટેરી દુલ્હનનો આંખ ઉઘાડતો કિસ્સો, 2,85,000 દલાલી ઉપરાંત દાગીના લઈ છૂમંતર, દલાલે હાથ ખંખેર્યા

Megha

Last Updated: 10:34 AM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના વડનગરમાં લૂંટેરી દુલ્હન દાગીના લઇ ફરાર, 4 શખ્શોને રૂપિયા 2 લાખ 85 હજાર દલાલી આપી દુલ્હન લાવ્યો હતો જે લગ્ન બાદ ઝઘડો કરી દાગીના લઇ ફરાર થઈ ગઈ.

  • 2.85 લાખ ખર્ચીને લાવેલ લૂંટેરી દુલ્હન દાગીના લઈ ફરાર
  • મહેસાણાના વડનગરમાં બનેલી ઘટનામાં ફરિયાદ
  • દુલ્હન અને દલાલો સહિત કુલ 5 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે આ સાથે જ લૂંટેરી દુલ્હનના પણ અનેક કિસ્સાઓ વધી રહ્યા છે.  આવો જ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો હાલ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મહેસાણાના વડનગરમાં 2.85 લાખ ખર્ચીને લાવેલ લુંટેરી દુલ્હન દાગીના લઈ ફરાર થઈ ગઈ છે. 

મહેસાણાના વડનગરના રોહન મોદીએ ચિત્રોડાની કોમલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને રૂ.2.85 લાખ 4 શખ્શોને દલાલી આપી દુલ્હન લાવ્યો હતો. લગ્ન બાદ ઝઘડો કરી દાગીના લઇ દુલ્હન ફરાર થઇ ગઈ હતી. કોમલ પતિ સાથે નથી રહેવા માંગતી એમ કહીને દલાલે પણ પોતાના હાથ ખંખેરતા યુવાને લગ્ન માટે  આપેલી દલાલીના પૈસા પણ પરત ન આપ્યા.  હાલ યુવાને દુલ્હન અને દલાલો સહિત કુલ 5 શખ્સ અને મળતિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

ભાવનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો
આવો પહેલો કિસ્સો નથી આ પહેલા પણ ગુજરાતના ભાવનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લગ્નની લાલચમાં યુવકે 1.34 લાખ ગુમાવવાનો વારો આવ્યો .વાત જાણે એમ છે કે ભાવનગરના યુવકને લગ્ન કરવા માટે આણંદ બોલાવ્યો. બંનેએ બોરસદના બનેજડા ખાતે બોલાવીને મંદિરમાં ફુલહાર કર્યા. બાદમાં યુવતી સોના-ચાંદીના દાગીના સહિત 1.34 લાખનો મુદ્દામાલ લઇને ફરાર થઇ ગઇ. સીદસરના યુવકે આણંદના વિરસદ પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. 

સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના રેકેટનો પર્દાફાશ થયો
થોડા સમય પહેલા સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. લૂટેરી દુલ્હનના નામે રેકેટ ચલાવનાર વ્યક્તિનું નામ દિનેશ વાળા હોવાનું સામે આવ્યું છે. આરોપી દિનેશ વાળા સુરતના કામરેજ વિસ્તારમાં રહીને રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. 

લગ્ન વાંચ્છુકલ યુવકોને કરતો ટાર્ગેટ 
આરોપી તેનો શિકાર શોધવા માટે લગ્ન વાચ્છુક યુવકોને તેનો શિકાર બનાવતો હતો. તે તેના ટાર્ગેટને પહેલા ફોટો અને બાયોડેટા મોકલતો હતો. બાદમાં તે યુવતીના ફોટા મોકલતો હતો. આરોપી કુલ 5 યુવતીઓના ફોટા મોકલતો હતો. જે પૈકી તેનો ટાર્ગેટ જે યુવતીને પસંદ કરે તે યુવતીની સાથે મળીને લૂંટનો પ્લાન બનાવતો 

લગ્નના બે દિવસમાં યુવતી થઈ જતી ફરાર 
વધુમાં આરોપી દિનેશ તેના ટાર્ગેટને યુવતીઓના બાયોડેટા પણ આપતો હતો. જોકે તે લગ્ન સમયે તેના ટાર્ગેટ પાસેથી લગ્નના લાખો રૂપિયા પણ પડાવતો હતો. પરંતુ જ્યારે લગ્ન થઈ જાય તેના 2 દિવસમાં યુવતી ઘરેથી ફરાર થઈ જતી હતી. આ મામલે પોલીસના ચોપડે અનેક ગુના નોંધાયા હતા. જેથી પોલીસ પણ આ આરોપીને શોધી રહી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Mahesana luteri dulhan mahesana news મહેસાણા મહેસાણા ન્યૂઝ લૂંટેરી દુલ્હન લૂંટેરી દુલ્હન રેકેટ Mahesana News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ