બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Inauguration of 21 City Civic Center of the state from Palanpur by Chief Minister Bhupendra Patel
Mahadev Dave
Last Updated: 08:23 PM, 10 June 2023
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યની 21 નગરપાલિકાઓમાં રૂ. ૨૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરર્સ (જન સુવિધા કેન્દ્ર)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકારે સુશાસનના ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષોમાં ગરીબ અને વંચિત લોકોના ઘર આંગણા સુધી યોજનાઓ પહોંચાડી છે વિકાસની રાજનીતિ કેવી હોય અને સમય સાથે કદમ મિલાવતી ટેક્નોલોજીનો ઉપયોગ જનહિતમાં કેવી રીતે થઇ શકે તે દુનિયાને બતાવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે આજે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલનપુર ખાતે નવનિર્મિત સિટી સિવિક સેન્ટર ઉપરાંત રાજ્યની અન્ય 21 નગરપાલિકાઓમાં નિર્માણ પામેલ 'સિટી સિવિક સેન્ટર્સ' નું… pic.twitter.com/YaFUVr9dAc
— CMO Gujarat (@CMOGuj) June 10, 2023
ADVERTISEMENT
વડાપ્રધાને વિકાસનો મજબૂત પાયો નાખ્યો
ADVERTISEMENT
વિશ્વના વિકસીત દેશો પણ આ વિકાસની રાજનીતિ માટે પ્રેરિત થયા છે નરેન્દ્ર મોદીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તો ‘‘મોદી ઇઝ ધ બોસ’’ કહે છે તો અનેક રાષ્ટ્રોના વડાઓ નરેન્દ્ર મોદી શું બોલે છે એના પર મીટ માંડીને બેઠા હોય છે. લોકોમાં હવે વિકાસની ભૂખ ઉઘડી છે. સેવા સેતુ દ્વારા નગરો-ગામોના લોકો પાસે સામેથી સરકાર જાય છે અને પ્રશ્નો ઉકેલે છે. તેમણે ઉમેર્યું કે, સમયથી બે ડગલાં આગળ ચાલીને આગવા વિઝન સાથે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ‘ડિલીવરી એટ ડોરસ્ટેપ’ નો અભિગમ અપનાવ્યો છે. મહાનગરોમાં મ્યુનિસીપાલિટીને નગર સેવા સદન બનાવી લોકોને ઝડપી સેવાઓ આપવા ઓનલાઇન સેવાઓ આપવા ODPS, ટેક્ષ પેમેન્ટ, પ્રમાણપત્રો કઢાવવા જેવી સેવાઓ અંડર વન રૂફ એવા સિટી સિવીક સેન્ટર્સ દ્વારા અપાય છે.
આમ જ જિલ્લા- તાલુકા મથકોએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રો તરીકે વિસ્તારી છે. સિટી- સિવીક સેન્ટર- મહાનગરો જેવી સિટીઝન સેન્ટ્રીક સુવિધા નગરોમાં નગરજનો માટે વન સ્ટોપ-શોપ-૪૦ થી વધુ સેવાઓ એક જ સાથે વિકાસવી છે. મોટા શહેરો જેવી આવી અદ્યતન સુવિધા અને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસ નાના નગરોને પણ મળે તેવા જનહિત ભાવથી નગરપાલિકાઓમાં સિટી સિવીક સેન્ટર-નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે.
ADVERTISEMENT
પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત
પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાલનપુર નગરના પ્રવેશદ્વાર અને અમદાવાદ, આબુ રોડ, ડીસાને જોડતા નેશનલ હાઇવે પરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાનું નક્કર આયોજન કર્યુ છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સાડા ૬ કરોડ રૂપિયા સરકારે મંજુર કર્યા છે. આ એરોમા સર્કલને દૂર કરીને સ્મૂધ ડાયવર્ઝન, ડેડીકેટેડ લેન, સર્વિસ રોડ, ટ્રાફિક સિગ્નલની કામગીરી ટુંક જ સમયમાં હાથ ધરાશે. જેનાથી પાલનપુર શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
ADVERTISEMENT
શહેરોમાં ૨૪ કલાક વીજળી, પીવાનું પાણી, રસ્તાઓની સુવિધા
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના મહામારીએ નાનો રોજગાર- વ્યવસાય કરનારાઓને સૌથી માઠી અસર પહોંચાડી હતી. યાત્રાધામ અંબાજીના સર્વાગી વિકાસની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યાત્રાધામોમાં ઇન્ફરમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હવે દરેકને ઘરે બેઠા અંબાજી દર્શનનો લાભ મળશે. આ પ્રસંગે સાંસદ પરબત પટેલે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા પછી નગરપાલિકાઓએ હરણફાળ વિકાસ કર્યો છે. શહેરોમાં ૨૪ કલાક વીજળી, પીવાનું પાણી, રસ્તાઓ જેવી. સગવડો આ સરકારે આપી છે. આ પ્રસંગે રાજ્ય સભા સાંસદ દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને પ્રવીણભાઈ માળી, પૂર્વ કેન્દ્રીય મંત્રી. હરિભાઈ ચૌધરી, સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Mahadev Dave is a journalist with VTV Gujarati
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.