બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / આકાશમાંથી ખેતરમાં પડી અજીબ વસ્તુ, જોઇને લોકો ભાગવા લાગ્યા, લાલબત્તી ઝબકતી જોઇ પોલીસ પણ દોડી આવી
Last Updated: 04:21 PM, 18 June 2024
Rajasthan news : રાજસ્થાનના બાલેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝીંઝીનાલી ગામ છે. ગામડાના ખેતરમાં જગ્યામાં એક ઉપકરણ પડ્યુ હતું. બાલેસર પોલીસ સ્ટેશનની પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઉપકરણ કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આપણે બધાએ બાળપણમાં એક વાર કલ્પના કરી હશે કે કોઈ ઉપગ્રહ કે અન્ય કોઈ વસ્તુ આકાશમાંથી પૃથ્વી પર પડે તો શું થશે? પરંતુ આ પ્રશ્ન હવે વાસ્તવિક ઘટના બની ગયો છે. વાસ્તવમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના બાલેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે આકાશમાંથી એક વિચિત્ર ચીજ પૃથ્વી પર પડી હતી. સ્થાનિક લોકોમાં કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
બેટરી પણ ઇન્સોલ કરી
આ સમગ્ર મામલો બાલેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝીંઝીનાલી ગામનો છે. ગામડાના ખેતરમાં આકાશમાંથી એક વિચિત્ર ઉપકરણ પડ્યુ હતું. બાલેસર પોલીસ સ્ટેશનની પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઉપકરણ કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે. ખેતરમાં આકાશમાંથી કંઈક પડ્યું હોવાની વાત ગામના લોકોને મળતા જ બધા દોડી આવ્યા. ઉપકરણમાં બેટરી જેવા ભાગો પણ ઇન્સ્ટોલ કરેલા છે.
વધુ વાંચોઃ 'પડી જશે NDA સરકાર, ઘણા મારા સંપર્કમાં' રાહુલ ગાંધીના દાવાથી રાજકીય હડકંપ
પોલીસ સ્થાનિકો વચ્ચે ઝપાઝપી
જસરાસર પોલીસ સ્ટેશનની વિવાદિત જમીન પર કેટલાક લોકો બેરિકેડિંગ કરી રહ્યા હતા. માહિતી મળતાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી જતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો મારામારીમાં પરિણમ્યો હતો. આ સમય દરમિયાન એવી માહિતી છે કે આરોપીઓએ SHO સંદીપ બિશ્નોઈ સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ કરી. જે બાદ ઘટનાસ્થળે વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા બે લોકોને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં આ જમીન પર કોર્ટનો સ્ટે હોવા છતાં કેટલાક લોકો આ જમીન પર ફેન્સીંગ કરી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.