બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ક્રેડિટ કાર્ડનો લાંબા ટાઈમ સુધી ઉપયોગ ન કરવાના ઘણા ગેરફાયદા, ક્રેડિટ સ્કોર પર સૌથી વધારે અસર
Last Updated: 07:53 PM, 13 February 2025
ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કર્યા બાદ ઘણી વાર આપણે તેનો ઉપયોગ કર્યા વિના જ રાખી મૂકીએ છીએ. તમને ભલે લાગે કે આની કોઈ ખાસ અસર નહિ થાય, પરંતુ આની અસર તમારા ક્રેડિટ હેલ્થ પર પડે છે. ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને ઇનેક્ટિવ ક્રેડિટ એકાઉન્ટ વિશે આ બાબતો ખબર હોવી જોઈએ. તો ચાલો આના વિશે જાણીએ.
ADVERTISEMENT
બંધ થઈ શકે છે તમારું એકાઉન્ટ
ADVERTISEMENT
જો તમે લાંબા સમય સુધી પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા તો આને નિષ્ક્રિય જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ છ મહિનાથી લઈને એક વર્ષ સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવા પર કંપની આને ઈનેક્ટિવ કર્યા પહેલા તમારો સંપર્ક કરે છે અને અને રીએક્ટીવ કરવાનો મોકો પણ આપે છે. આમાં ધ્યાન રાખવું જરૂરી છે કે લાંબા સમય સુધી બંધ એક્ટિવિટીને કારણે તમારું એકાઉન્ટ પણ બંધ કરી શકે છે.
ક્રેડિટ સ્કોર પર પડે છે નેગેટિવ ઇફેક્ટ
એકાઉન્ટ બંધ થવા પર આની તમારા ક્રેડિટ સ્કોર પર નેગેટિવ અસર પડી શેક છે. એકાઉન્ટ બંધ થવા પર તમારા વર્તમાન ક્રેડિટ સ્કોરને ઘટાડીને ઓછો કરવામાં આવે છે, જેનાથી તમારા ક્રેડિટ યુટીલાઈઝેશન રેશિયોમાં સંભવિત વધારો થાય છે. આ સામાન્ય રીતે તમારી ટોટલ ક્રેડિટ લિમિટની સરખામણીમાં તમારું ક્રેડિટ એમાઉન્ટ છે. ક્રેડિટ યુટીલાઈઝેશન સામાન્ય રીતે તમારા ક્રેડિટ સ્કોરના 30 ટકા જેટલો હોય છે, તેથી હાઈ રેશિયો તમારા સ્કોરને નીચે ખેંચી શકે છે.
આ પણ વાંચો: એક બાદ એક આવ્યા 3 ગુડ ન્યૂઝ, ફેબ્રુઆરીમાં થશે આમ જનતાની બલ્લે-બલ્લે!
આ લાભ મળી શકતા નથી
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવાનો અર્થ છે કે તમે રેવોર્ડ, કેશબેક ઓફર અને લાઉન્જ એક્સેસ જેવી ફેસીલીટીને મેળવવાથી ચૂકી રહ્યા છો. જો તમારું કાર્ડ લાંબા સમય સુધી ઈનેક્ટિવ રહે છે તો તમારા જમા થયેલા રેવોર્ડ, પોઇન્ટ્સ અને ઓફર પણ પૂરી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.