બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / માં રેલવે સ્ટેશન પર મજૂરી કરે, દીકરીએ વર્લ્ડ લેવલે વધાર્યું ભારતનું ગૌરવ, જીત્યો ગોલ્ડ
Last Updated: 01:33 PM, 30 November 2024
ચેન્નાઈની 20 વર્ષની કસ્તુરી રાજમૂર્તિએ રશિયાના નોવોસિબિર્સ્કમાં પાવરલિફ્ટિંગમાં વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુલી માના સંઘર્ષને પ્રેરણા તરીકે લેતા કસ્તુરીએ 48 કિગ્રા વર્ગમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું અને અનેક ક્ષેત્રિય ખિતાબ પણ જીત્યા. આર્થિક સંકડામણ છતાં તે પોતાની રમતમાં સફળ રહી હતી.
ADVERTISEMENT
બાળપણમાં કસ્તુરી રાજમૂર્તિએ તેની 52 વર્ષીય માતાને તિરુવન્નામલાઈ રેલ્વે સ્ટેશન પર કુલી તરીકે તેના માથા પર ભારે સામાન લઈ જતા જોયા હતા. તે પણ તેની માતાને મદદ કરવા આગળ વધતી હતી. ઘણી વખત તે રેલવે સ્ટેશનની બહાર સુધી ભારે સામાન લઈને જતી. કસ્તુરીએ ત્યારે વિચાર્યું નહોતું કે વજન ઉતારવા માટેના 20-50 રૂપિયાથી શરૂ થયેલી સફર તેને ખૂબ ઊંચાઈ પર લઈ જશે. શુક્રવારે 20 વર્ષીય કસ્તુરી રશિયાના નોવોસિબિર્સ્કમાં WPPL વર્લ્ડ કપમાં પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઘરે પરત ફરી હતી. કૂલી માતાની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા જ્યારે પુત્રી પણ ભાવુક થઈને ખૂબ રડી હતી.
ADVERTISEMENT
ગયા રવિવારે કસ્તુરીએ 48 કિગ્રા વર્ગમાં 75 કિલો ડેડલિફ્ટ અને 55 કિગ્રા સ્ક્વોટ કર્યું હતું. જ્યારે કસ્તુરીને આટલું આસાનીથી વજન ઉપાડવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે ભાવુક થઈને જવાબ આપ્યો. તેણે એવી વાત કહી કે બધા ભાવુક થઈ ગયા.
મારી આંખો બંધ કરી ત્યારે મેં મારી માતાનો ચહેરો જોયો
કસ્તુરીએ કહ્યું, 'જ્યારે હું સ્પર્ધામાં વજન ઉપાડવાની હતી ત્યારે મે વિચાર્યુ કે મારી માતા રેલવે સ્ટેશન પર તે બેગ ઉપાડી રહી છે. અચાનક મારું વજન હલકું થઈ ગયું. મારી માતા મારી પ્રેરણા છે. માતા સખત મહેનત હંમેશા કરતી રહે છે. હું વધુ મેડલ જીતવા માંગુ છું જેથી તે ભારે સામાન ઉઠાવવાનું બંધ કરી શકે.
અહીં સુધી પહોંચવાની સફર સરળ નહોતી
કસ્તુરી કહ્યું કે તેને જીતવાની આશા નહોતી. તેણે કહ્યું, 'જ્યારે મેં મારું નામ સાંભળ્યું, ત્યારે મને રાહત મહેસુસ થઇ કારણ કે મેં તે દિવસે ચિકન અને પાણી લીધું હતું. તેણે કહ્યું કે અહીં સુધી પહોંચવાની મારી સફર ઘણી મુશ્કેલ હતી.
પહેલા રમતી હતી ફૂટબોલ
તિરુવન્નામલાઈ જિલ્લાના નાના શહેર ચેય્યરમાં ઉછરેલી કસ્તુરી તેની શાળા ફૂટબોલ ટીમ માટે સ્ટ્રાઈકર તરીકે રમી હતી અને પ્રાદેશિક ખિતાબ જીતી હતી. તેણે ચેન્નાઈની એથિરાજ કોલેજમાં રમવાનું ચાલુ રાખ્યું, પરંતુ પુડુચેરીમાં રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિર પછી તેનો મોહભંગ થઇ ગયો. તેણે કહ્યું, 'મને સમજાયું કે ટીમના સ્પોર્ટ્સ મને માનસિક રીતે થકાવી નાખે છે. ભલે હું ગમે તેટલા ગોલ કરું, મને એવું નથી લાગતું કે મારી પ્રશંસા થઈ રહી છે.
એક વર્ષમાં 36 જિલ્લા ટુર્નામેન્ટ મેડલ જીત્યા
કસ્તુરીએ 2023માં પાવરલિફ્ટિંગ પસંદ કર્યું હતું. એક રમત જેણે તેને સંપૂર્ણ નિયંત્રણમાં રાખ્યું. કોટ્ટુરપુરમમાં સ્થાનિક કોચ હેઠળ તાલીમ લેતા તેણે ફૂટબોલ પ્રેક્ટિસ, કોલેજના વર્ગો અને પાવરલિફ્ટિંગ તાલીમના સખત શેડ્યૂલને સંતુલિત કર્યું. તેના માતા-પિતાનું ઘર છોડવાનો પ્રારંભિક અસ્વીકાર હોવા છતાં કસ્તુરીએ વધુ સારા પ્રદર્શન માટે પ્રયત્ન કરવાનું ચાલુ રાખ્યું. એક વર્ષમાં તેણે જિલ્લા ટુર્નામેન્ટમાં 36 મેડલ જીત્યા.
આર્થિક તંગીને કારણે તકો ગુમાવવી
આ વર્ષની શરૂઆતમાં તેણે યુરોપમાં સ્પર્ધા કરવાની તક ગુમાવી. તેણે કહ્યું, 'મારી પાસે વિઝા માટે અરજી કરવા માટે પૈસા નહોતા. મેં અમારા ધારાસભ્યનો સંપર્ક કર્યો જેમણે મને 25,000 રૂપિયા આપ્યા, પરંતુ સ્પર્ધા રદ કરવામાં આવી.
આ પણ વાંચોઃ T20 ક્રિકેટ મેચમાં રચાયો ઈતિહાસ, ટીમના તમામ 11 ખેલાડીઓએ એક સાથે તોડ્યો આ રેકોર્ડ
નોવોસિબિર્સ્ક ટુર્નામેન્ટે તેને બીજી તક આપી. તેણે ભારતીય પાવરલિફ્ટિંગ ફેડરેશનના સમર્થનથી આ તકનો લાભ લીધો. ગુરુવારે કસ્તુરીને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ તમિલનાડુ (SDAT) તરફથી એક અપ્રત્યાશિત કૉલ આવ્યો, જેમાં તેને ઓલિમ્પિક વેઈટલિફ્ટિંગની તાલીમ લેવા આમંત્રણ આપ્યું. તેણે કહ્યું, 'મારે પહેલા નોકરી જોઈએ છે. મારી માતા એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ છે. મારા પિતા બીમાર રહે છે. મારી બહેનો નોકરી શોધી રહી છે. જ્યાં સુધી હું ખાતરી નહીં કરું કે મારો પરિવાર સુરક્ષિત અને ખુશ છે, ત્યાં સુધી હું રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.