બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / અડધી રાત્રે લોહીથી લથપથ સૈફ કેવી હાલતમાં પહોંચ્યો હોસ્પિટલ? ઓટો ડ્રાઈવરે જણાવી પળે પળની કહાની
Last Updated: 07:15 PM, 17 January 2025
સૈફ અલી ખાન પર હુમલા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. કહેવાય છે કે હુમલા બાદ સૈફ ખરાબ રીતે ઘાયલ થયો હતો. આ સ્થિતિમાં, અભિનેતાને તેના મોટા પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા. સૈફ અલી ખાન જે ઓટો રિક્ષામાં પોતાના પુત્ર સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા તેના ઓટો ડ્રાઈવરે હવે આખી વાત કહી છે. તે રાત્રે બરાબર શું થયું? કેવી રીતે ઘાયલ સૈફ હોસ્પિટલ પહોંચ્યા.
ADVERTISEMENT
ઓટો ડ્રાઈવરે આખી વાત કહી
ઓટો રિક્ષા ચાલકે પોતાનું નામ ભજન સિંહ હોવાનું જણાવ્યું છે. ભજન સિંહનું કહેવું છે કે તે ઉત્તરાખંડનો છે અને છેલ્લા 20 વર્ષથી ઓટો ચલાવે છે. તેણે કહ્યું કે તે નાઈટ ડ્યુટી જ કરે છે. ડ્રાઈવરના કહેવા પ્રમાણે, તેણે સૈફ અલી ખાન, તેના પુત્ર તૈમૂર અને અન્ય વ્યક્તિને બિલ્ડિંગના ગેટની બહારથી ઓટોમાં બેસાડ્યા હતા. અભિનેતા અને તેની સાથે આવેલા લોકોએ ડ્રાઈવરને પૂછ્યું હતું કે હોસ્પિટલ પહોંચવામાં કેટલો સમય લાગશે.
ADVERTISEMENT
ये वही ऑटो रिक्सा वाले ड्राइवर हैं जिन्होंने लगभग 2-3 बजे के बीच रात को सैफ अली ख़ान को उनके घर से हॉस्पिटल लेकर गए ज़ख़्मी हालत में ।
— SK VERMA (@Real_sk_verma) January 17, 2025
पहले ये भाई साहेब को पता नहीं नहीं चला की ये सैफ़ अली ख़ान हैं ,और सैफ अली ख़ान के छोटे बेटे तैमूर में थे और एक आदमी और था !
ये लोग उस रात… pic.twitter.com/E9sk8M74ZC
ઓટો ડ્રાઈવરે જણાવ્યું કે ઘણા લોકો સૈફ અલી ખાનની બિલ્ડિંગના ગેટ પર ઉભા હતા અને 'રિક્ષા-રિક્ષા' બૂમો પાડી રહ્યા હતા. ઓટોમાં તેમની સાથે બે લોકો હતા, એક બાળક હતું, બીજી વ્યક્તિ કોણ છે તે મને ખબર નહોતી પરંતુ અભિનેતા પોતે ઓટોમાંથી બહાર નીકળીને હોસ્પિટલની અંદર ગયો. ઓટો ડ્રાઈવરનું કહેવું છે કે તેને એ વાતની કોઈ જાણકારી નહોતી કે તેણે જે વ્યક્તિની મદદ કરી તે સૈફ અલી ખાન છે. પરંતુ તે સૈફને મદદ કરીને ખુશ છે.
ડ્રાઈવરે એમ પણ કહ્યું કે સૈફ અલી ખાને તે સમયે સફેદ કુર્તો પહેર્યો હતો, જે સંપૂર્ણપણે લોહીથી ખરડાયેલો હતો. તેઓએ એકબીજા સાથે વાત કરી અને ઓટો ડ્રાઈવરને લીલાવતી હોસ્પિટલ લઈ જવા કહ્યું. ડ્રાઈવરનું કહેવું છે કે તેને ખબર નહોતી કે તેની ઓટોમાં બેઠેલો ઘાયલ વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાન છે. તેને ખબર ત્યારે પડી જ્યારે હોસ્પિટલ પહોંચ્યા પછી સૈફ ઓટોમાંથી નીચે ઉતર્યા અને ગાર્ડને કહ્યું, 'સ્ટ્રેચર લાવો, હું સૈફ અલી ખાન છું.'
શું છે સમગ્ર મામલો?
16 જાન્યુઆરીએ સવારે 2 વાગ્યે સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયો હતો. અભિનેતાના ઘરની મહિલા સ્ટાફે તે માણસને જોયો અને એલાર્મ વગાડ્યો. સૈફ અલી ખાને તે વ્યક્તિનો સામનો કર્યો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો. આવી સ્થિતિમાં તેણે સૈફ પર ચાકુ વડે હુમલો કર્યો. હુમલાખોરે સૈફ પર છ વાર ચાકુ વડે હુમલો કર્યો, જેના કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો. અભિનેતાની કરોડરજ્જુ પાસે છરીનો એક ભાગ ફસાઈ ગયો. સૈફ અલી ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. હવે અભિનેતા ઠીક છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન કેસમાં નવો વળાંક, ધરપકડ કરેલા શંકાસ્પદને લઈને આવી મોટી અપડેટ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.