બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Valsad, 3 persons kidnapped young woman and committed a mass atrocity
ParthB
Last Updated: 10:18 AM, 9 January 2022
ADVERTISEMENT
રાજ્યમાં મહિલાઓ સાથે બની રહેલા અત્યાચારના બનાવો હવે એક ચિંતાનો વિષ બન્યો છે. દિવસેને દિવસે હવે રાજ્યમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુમાં ફરી વલસાડના ઉમરગામમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોએ એક પરણિતાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું.
વલસાડના ઉમરગામમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ ઘટના
ADVERTISEMENT
વલસાડના ઉમરગામમાં એક પરણિતા દવાખાને જઈ રહી હતી. તે દરમિયાન 3 શખ્સોએ સરીગામ નજીક પરણિતાનું અપહરણ કર્યુ હતું. બાદમાં આ નરાધમોએ પરણિતા પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ ભીલાડ પોલીસને થતાં પોલીસે ગણતરીના સમયમાં જ પરણિતાને અપહરણકર્તાઓની કેદમાં છોડાવી હતી. આ દરમિયાન ત્રણેય આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ વલસાડ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાબડતોબ ભીલાડ પહોંચી ગયાં હતાં. આ દરમિયાન પોલીસે વિવિધ ટીમો બનાવી ને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી હતી. અને તેઓની વિરૂદ્ધ વિવિધ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.