મનીષા ચોકડી નજીક બ્રિજ નીચે બનાવી હતી પ્રોટેક્શન વોલ
વરસાદી વાતાવરણ વચ્ચે વડોદરામાં અટલ બ્રિજની પ્રોટેક્શન વોલ ધરાશાયી થતા આફરાતફરી મચી જવા પામી છે. માત્ર 6 મહિનાની અંદર જ બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી પડતા લોકોમા અનેક સવાલો ઉભા થયા છે. જોકે આ દુર્ઘટનામા કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
ભારે વરસાદ અને પવનના સુસ્વાટા વચ્ચે ધરાસાઈ થઈ પ્રોટેક્શન વોલ
હવામાન વિભાગની આગાહીને પગલે આજે વહેલી સવારથી જ વડોદરા સહિત ગુજરાતભરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. આવી સ્થિતિ વચ્ચે વડોદરામાં પણ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યના સૌથા લાંબા વડોદરાના અટલ બ્રિજની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ હતી.મનીષા ચોકડી નજીક બ્રિજ નીચે પ્રોટેક્શન વોલ બનાવી હતી. જે તૂટી પડયા કામગીરી સામે લોકોમાં અનેક ચર્ચા જાગી હતી. બ્રિજની સેફ્ટી વોલ વરસાદને કારણે તૂટી પડવાની જાણ થતા વડોદરા મહાનગરપાલિકાના આધિકારીઓ દોડી આવ્યા હતા. નોંધનીય છે કે આ અગાઉ વડોદરામાં 200 કરોડોના ખર્ચે બનેલા અટલ બ્રિજ પર મોટી તિરાડો પડી ગઈ હતી.
રોડ શાખા ના કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમ પહોંચી સ્થળ પર
રોડ શાખાના કાર્યપાલક ઇજનેરની ટીમે બ્રિજની મુલાકાત લીધી હતી. જ્યા તપાસમાં પ્રોટેક્શન વોલમાં વાપરવામાં આવેલા બ્લોક પણ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. હલકી ગુણવત્તાના બ્લોક પ્રોટેક્શન વોલમાં વાપરવામાં આવ્યા હોવાની આશંકા જન્મી છે.
સગળતા સવાલો
રાજ્યમાં કેમ વારંવાર બ્રિજની ગુણવત્તા પર ઉઠે છે સવાલો?
માત્ર 6 મહિનામાં કેવી રીતે તૂટી શકે પ્રોટેક્શન વોલ?
શું વડોદરામાં અટલ બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે?
તંત્ર યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કરશે કાર્યવાહી?
અધિકારીઓ કેમ કોન્ટ્રાક્ટરોને બચાવી રહ્યા છે?
ક્યાં સુધી નબળું કામ કરીને લોકોના જીવ મુકશો જોખમમાં?