પોલિટેકનિક કોલેજમાં તોડફોડ, વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ ઇવેન્ટ સ્ટ્રક્ચરને નુકસાન

By : kavan 11:18 AM, 13 February 2019 | Updated : 11:23 AM, 13 February 2019
વડોદરાની MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં તોડફોડ થઈ છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ કોલેજમાં તોડફોડ કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ટેકક્ષેત્ર ઈવેન્ટનું સ્ટ્રક્ચર તોડી પાડ્યું છે.

આ સાથે જ ટેલબ અને ખુરશીઓમાં પણ તોડફોડ કરવામાં આવી છે. મહત્વનું છે કે પોલિટેકનિક કોલેજમાં આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની ટેકક્ષેત્ર ઈવેન્ટ યોજાવાની છે. જેની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ઈવેન્ટનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું.

આ મામલે મળતી વિગતો મુજબ, સંસ્કારીનગરીની ઓળખ ધરાવતા વડોદરા ખાતે આવેલ જાણીતી MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં ગત મોડીરાતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અજાણ્યા શખ્સોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેકક્ષેત્ર ઈવેન્ટનું સ્ટ્રક્ચરમાં તોડફોડ કરવામાં આવી હતી. 
  આગામી સમયમાં MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં રાષ્ટ્રીય કક્ષાની ટેકક્ષેત્ર ઈવેન્ટ યોજાવા જઇ રહી છે જેના માટે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ ઇવેન્ટ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું.

જેમાં કેટલાક શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવતા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. આ મામલે નજીકના પોલીસ મથકે જાણ કરવામાં આવેલ છે. જો કે, કોણે આ પ્રકારની હરકત કરી તે હજી સુધી જાણી શકાયું નથી. Recent Story

Popular Story