ગુજરાતમાં સરકારી શાળાઓ હવે આધુનિક અને સુવિધાઓથી સજ્જ બની રહી છે ત્યારે વડોદરામાં હજારો બાળકોના ખાનગીમાંથી સરકારીમાં થયા એડમિશન
ખાનગીમાંથી સરકારી શાળા તરફ ઝુકાવ
વડોદરામાં 1500 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી
ડિઝિટલ શિક્ષણથી સજ્જ બની સરકારી શાળાઓ
હવે વાત કરવી છે.. ખાનગી શાળાઓથી દૂરી બનાવી રહેલા વાલીઓની કારણ કે, ખાનગી શાળાઓની મનમાની અને દાદાગીરી તો વધી રહી જ છે. સાથે-સાથે દર વર્ષે ફીમાં પણ વધારો કરતી જઈ રહી છે. જ્યારે બીજી તરફ સરકારી શાળાઓ હવે આધુનિક અને સુવિધાઓથી સજ્જ બની રહી છે. જેના કારણે વાલીઓ હવે ખાનગી છોડી સરકારીમાં પોતાના સંતાનોનું એડમિશન લઈ રહ્યા છે. આવું જ કાંઈ વડોદરામાં સામે આવ્યું છે. જ્યાં હજારો બાળકોના ખાનગીમાંથી સરકારીમાં એડમિશન થયા છે.. ત્યારે શું છે આ પાછળનું કારણ જુઓ આ રિપોર્ટમાં.