બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'હવે તું છોકરી બની ગયો', પ્રાઇવેટ પાર્ટ કપાવીને યુવકનું કરાવ્યું જબરદસ્તીથી લિંગ પરિવર્તન, પાછળનું કારણ ચોંકાવનારું
Last Updated: 01:45 PM, 21 June 2024
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ મેડિકલ કોલેજના ડોકટરો સાથે સાંઠ-ગાંઠ કરી પોતાના જ એક સાથી યુવાનનું લિંગ પરિવર્તન કરાવી દીધું. આ ઘટનાના સમાચાર સમગ્ર વિસ્તારમાં ખુબજ ઝડપથી ફેલાઈ ગયા હતા, જેના કારણે ભારતીય કિસાન યુનિયનના કાર્યકરો પણ આરોપી વ્યક્તિ અને ડૉક્ટર સામે કાર્યવાહીની માંગ સાથે મેડિકલ કોલેજમાં ધરણા પર બેઠા છે.. આ ઘટના મહારાષ્ટ્રના બીજાપુર જિલ્લામાં બની છે.
ADVERTISEMENT
મેડિકલ કોલેજના ડોકટરો સાથે સાંઠ-ગાંઠ કરી ઓપરેશન કરાવી દીધું
એવો આરોપ છે કે અહીંના સંજાક ગામના રહેવાસી મુજાહિદ નામના 20 વર્ષના યુવકને 3 જૂનના રોજ ઓમપ્રકાશ નામનો વ્યક્તિ તેની સાથે લાવ્યો હતો. માહિતી અનુસાર, ઓમપ્રકાશે મેડિકલ કોલેજના ડોકટરો સાથે સાંઠ-ગાંઠ કરી મુજાહિદનું ઓપરેશન કરાવી નાંખ્યું.. ઓમપ્રકાશે તેને જાણ કર્યા વિના ડોકટરો પાસે તેનું લિંગ કપાવી તેનું લિંગ પરિવર્તન કરાવી નાંખ્યું પીડિત મુજાહિદના જણાવ્યા અનુસાર, ઓમપ્રકાશ છેલ્લા બે વર્ષથી તેને ધાક ધમકી આપીને તેની સાથે અઘટિત કામ કરી રહ્યો હતો અને હવે તેણે હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવી દીધું.
ADVERTISEMENT
શારીરિક શોષણ અગાઉથીજ કરતો હતો લગ્ન કરવા લિંગ પરિવર્તન કરાવ્યું
ઓમપ્રકાશે મુજાહિદને ઓપરેશન બાદ કહ્યું કે તું હવે છોકરી બની ગયો છે અને હવે આપણે બન્ને લગ્ન કરી શકીએ છીએ. આ મામલે કાનૂની કાર્યવાહીની માંગ સાથે ભારતીય કિસાન યુનિયનના કાર્યકરોએ આરોપી વ્યક્તિ અને ડૉક્ટર સામે કડક કાર્યવાહીની માંગ સાથે મેડિકલ કોલેજમાં કલાકો સુધી ધરણા કર્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ના હોય! આ વર્ષે 4300 કરોડપતિઓ કહેશે ભારતને અલવિદા? જાણો કેમ, તો ક્યાં જઇને વસશે?
જ્યારે પોલીસે કેસની તપાસ શરૂ કરી, ત્યારે ખતૌલીના સીઓ રામાશીષ યાદવે કહ્યું કે એક વ્યકિતનું લિંગ પરિવર્તનનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમના પરિવારે આરોપ લગાવ્યો છે કે અન્ય એક વ્યક્તિએ તેમને ગેરમાર્ગે દોર્યા હતા અને અહીં સર્જરી કરાવી હતી. આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના કાર્યકર્તાઓએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.