આ મંદિરમાં શિવલિંગ પર ભક્ત ચઢાવે છે ઝાડૂ, તમામ મનોકામનાઓ થાય છે પૂર્ણ

By : krupamehta 02:47 PM, 17 December 2018 | Updated : 02:53 PM, 17 December 2018
તમે ભગવાનના ઘણા મંદિરો જોયા હશે અને વિભિન્ન રૂપોના દર્શન પણ કર્યા હશે. શું તમે જાણો છો કે હિંદુસ્તાનમાં ભગવાન શંકરનું એવું મંદિર પણ છે જ્યાં લોકો ભગવાન શિવની આરાધના કર્યા બાદ ઝાડૂ ચઢાવે છે. કદાચ તમે પણ આ મંદિર માટે પહેલી વખત જ સાંભળ્યું હશે. 

માન્યતાઓ અનુસાર આ મંદિરમાં શિવલિંગ પર ઝાડૂ ચઢાવનાર ભક્તની ભગવાન શંકર દરેક કામના પૂર્ણ કરે છે અને એને ઘણા વરદાન આપે છે. 

એક અન્ય માન્યતા છે કે આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે અને આશરે 150 વર્ષ જૂનું છે. જેનું નામ પ્રાચીન પતાલેશ્વર શિવ મંદિર છે. 

આ મંદિર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ સ્થિત બીજાહોઇ ગામમાં છે. જ્યાં આવનાર ભક્તોની લાંબી લાંબી લાઇનો જણાવે છે કે આ મંદિર પ્રત્યે ભક્તોને ઊંડી આસ્થા છે. 

લોકોનું માનવું છે કે જે વ્યક્તિને સ્કીન સંબંધી રોગ હોય એ વ્યક્તિ દ્વારા ઝાડૂ ચઢાવવાથી સ્કીન રોગ ખતમ થઇ જાય છે. 

આ મંદિરમાં ઝાડૂ ચઢાવવા પાછળ જે કહાની જણાવવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે આ ગામના એખ વેપારી એને ખૂબ ગંભીર સ્કીનનો રોગ હતો. એ પોતાની બીમારીની સારવાર કરાવવા જઇ રહ્યા હતા. તો રસ્તામાં ખૂબ તરસ લાગી ત્યારે એ મંદિરમાં પાણી પીવા ચાલ્યા ગયા. 

મંદિરમાં ઘૂસતા જ ઝાડૂ લગાવી રહેલા એક પૂજારી સાતે ટકરાયા અને જોતજોતામાં જ એમનો સ્કીન રોગ ખતમ થઇ ગયો. 

ત્યારબાદ એ વેપારીએ અહીંયા ભગવાન શંકરના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારબાદથી જ અહીંયા સ્કીન રોગોથી છુટકારો મેળવવા માટે ઝાડૂ ચઢાવવાની માન્યતા છે. Recent Story

Popular Story