In this state's CM action on 'child marriage': 1800 people arrested, even those who participate in the said marriage will not be harmed.
BIG NEWS /
'બાળ વિવાહ' પર આ રાજ્યના CM એક્શનમાં: 1800 લોકોની ધરપકડ, કહ્યું લગ્નમાં શામેલ થનારની પણ ખેર નહીં
Team VTV01:24 PM, 03 Feb 23
| Updated: 01:26 PM, 03 Feb 23
આસામમાં બાળ લગ્ન મામલે અત્યાર સુધીમાં 1800 લોકોની ધરપકડ કરી છે અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતે આ જાણકારી આપી છે.
આસામમાં બાળ લગ્ન મામલે અત્યાર સુધીમાં 1800 લોકોની ધરપકડ
રાજ્યમાં બાળ લગ્નના 4004 કેસ નોંધાયા
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું POCSO એક્ટ હેઠળ થશે કાર્યવાહી
આસામ પોલીસે રાજ્યમાં બાળ લગ્નના મામલામાં ગુરુવારથી કાર્યવાહી તેજ કરી હતી. જણાવી દઈએ કે પોલીસે અત્યાર સુધીમાં 1800 લોકોની ધરપકડ કરી છે અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતે આ જાણકારી આપી છે. જો કે આ પહેલા આસામના સીએમએ કહ્યું હતું કે રાજ્યમાં બાળ લગ્નના 4004 કેસ નોંધાયા છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં બાળ લગ્નને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે, એટલું જ નહીં આ મામલામાં 3 ફેબ્રુઆરીથી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે.
State wide arrests are presently underway against those violating provisions of Prohibhiton of Child Marriage Act .
1800 + have been arrested so far.
I have asked @assampolice to act with a spirit of zero tolerance against the unpardonable and heinous crime on women
POCSO એક્ટ હેઠળ થશે કાર્યવાહી
જણાવી દઈએ કે હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં બાળ લગ્નના 4004 કેસ નોંધ્યા કર્યા છે અને 3 ફેબ્રુઆરીથી પોલીસ કાર્યવાહી શરૂ થશે. આ માટે હું સૌને સહકાર માટે અપીલ કરું છું. નોંધનીય છે કે ગયા મહિને જ આસામ કેબિનેટે બાળ લગ્ન સામે પગલાં લેવાનો નિર્ણય લીધો હતો અને આ બાબતોમાં સહકાર માંગ્યો હતો. આ સાથે જ સરકારે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો સામે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
બાલ લગ્ન પર આજીવન કેદની સજા
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ વિશે કહ્યું હતું કે, 'આવનાર 5-6 મહિનામાં આવા હજારો લોકોની ધરપકડ કરવામાં આવશે કારણ કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સેક્સ કરવું એ ગુનો છે, પછી ભલે તે કાયદેસરનો પતિ હોય. મહિલા માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ છે અને સગીર વયની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે આજીવન કેદની સજા થઈ શકે છે.
બાળ લગ્ન પર કડકાઇ શા માટે?
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આસામમાં માતા અને બાળ મૃત્યુ દર ઘણો ઊંચો છે. તેનું એક મુખ્ય કારણ બાળ લગ્ન છે. જણાવી દઈએ કે આ રિપોર્ટ પછી રાજ્ય સરકારે બાળ લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો અને પોલીસને બાળ લગ્નની પ્રથા સામે ઝુંબેશ ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.