આ રાજ્યમાં પેટ્રોલમાં 5 રૂપિયાનો ધરખમ ઘટાડો, ડીઝલ એક રૂપિયો સસ્તુ

By : vishal 09:28 PM, 18 February 2019 | Updated : 09:28 PM, 18 February 2019
પંજાબ સરકારે સોમવારે રાજ્ય માટે રજૂ કરેલા વાર્ષિક બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. પંજાબ સરકારે તેના બજેટમાં પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. નાણાંમંત્રી મનપ્રીતસિંહ બાદલે જાહેરાત કરી છે કે, ઘટાડેલા ભાવ સોમવાર મધ્યરાત્રીથી લાગુ કરવામાં આવશે.

નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલે સોમવારે જાહેરાત કરતાં કહ્યું કે, સોમવારે મધ્યરાત્રીથી પંજાબમાં પેટ્રોલ અને ડિઝલ સસ્તા થશે. આ ઘટાડાને કારણે આ વિસ્તારમાં ડીઝલની કિંમત સસ્તી રહેશે. બાદલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ભાવ ઘટાડવા માટે VAT (વેલ્યુ એડેડ ટેક્સ) ઘટાડવામાં આવ્યો છે.તમને જણાવી દઇએ કે, ચંદીગઢ અને પંજાબમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 9 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લીટર 2 રૂપિયાનું અંતર છે. ઇંધણ પંપના માલિકો આ ક્ષેત્રમાં અન્ય રાજ્યો જેવા કરમાં સમાનતા માંગે છે. 

તમને જણાવી દઇએ કે, બજેટ રજૂ કરતી વખતે શાસક પક્ષ અને અકાલી દળના સભ્યો વચ્ચે ભીષણ ચર્ચા થઈ હતી. જ્યારે તેમના બજેટ ભાષણ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ (2019-2020) માટે 3000 કરોડ રૂપિયા ખેડૂતોની દેવા માફી માટે નક્કી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, બજેટમાં કૃષિ ક્ષેત્રમાં રૂ. 13,643 કરોડનો વધારો થશે.Recent Story

Popular Story