In this school of the city, Students are ordered to come in the school bus only
શિક્ષણ /
અમદાવાદમાં ફરી સામે આવી ખાનગી શાળાની મનમાની, શાળાએ બાળકોને લઈને કર્યો એવો નિર્ણય કે વાલીઓ રોષે ભરાયા
Team VTV11:42 AM, 18 Nov 21
| Updated: 01:52 PM, 18 Nov 21
અમદાવાદની DAV ઈન્ટરનેશનલ શાળાએ બાળકોને ફરજીયાત શાળા સંચાલિત બસમાં જ આવવાનું ફરમાન કરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
DAV ઇન્ટરનેશનલ શાળાનો મનસ્વી નિર્ણય
સ્કૂલ બસમાં જ વિદ્યાર્થીઓને આવવા ફરમાન
વાલીઓએ સ્કૂલના નિર્ણયનો કર્યો વિરોધ
રાજ્યમો ખાનગી શાળા સંચાલકોની અવાર નવાર મનમાની સામે આવતી હોય છે ત્યારે અમદાવાદમાં વધુ એક શાળાએ મનસ્વી નિર્ણય લેતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને શાળાના નિર્ણયનો વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.
DAV ઇન્ટરનેશનલ શાળાનો મનસ્વી નિર્ણય
અમદાવાદની DAV ઈન્ટરનેશનલ શાળાએ બાળકોને ફરજીયાત શાળા સંચાલિત બસમાં જ આવવાનું ફરમાન કરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળાએ વાલીઓને શાળાની બસમાં જ બાળકોને મૂકવા સૂચના આપી આ નિર્ણયનો કેટલાક વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને શાળાની આ મનમાસી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
સ્કૂલ બસમાં જ વિદ્યાર્થીઓને આવવા ફરમાન
કોરોના મહામારી બાદ લાંબા ગાળાના વિરામ બાદ શાળા ફરી શરૂ થઈ છે ત્યારે કોરોના દરમિયાન શાળાઓને થયેલા નુકસાન અને ખોટ પૂરી કરવા શાળાએ મનસ્વી નિર્ણય કર્યો હોવાનું કેટલાક વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે. અહી ઉલ્લેખનિય છે કે ફરજિયાત શાળાની બસમાં બેસવાને કારણે વાલીઓના ખિસ્સા પર ભારણ વધશે.
વાલીઓએ સ્કૂલના નિર્ણયનો કર્યો વિરોધ
જો વાત કરવામાં આવે તો પ્રાઈવેટ વાહનમાં 5 કિ.મી સુધીના 1 હજાર રુપિયા ભાડું વસુલવામાં આવે છે જ્યારે શાળાની બસમાં 5 કિ.મીનું 1700 રૂપિયા ભાડું વસુલવામાં આવે છે જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં શાળા સંચાલકોએ એવો પણ નિર્ણય કર્યો છે કે એક જ એપાર્ટમેન્ટમાં રહેતા વાલીઓ 2 બાળકોને લઈને શાળાને નહીં આવે શકે, શાળાના આ મનસ્વી નિર્ણયને કારણે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે, અને DAV ઈન્ટરનેશનલ શાળાના આ મનસ્વી નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી છે.