બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ઓલપાડના ગોલાગામે આવેલા આ હનુમાન મંદિરમાં દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થઇ જાય
Last Updated: 07:20 AM, 13 July 2024
સુરતના ઓલપાડ તાલુકાના ગોલાગામે આવેલા મંદિરે બિરાજમાન કષ્ટ નિવારણ હનુમાનદાદા સ્વયંભુ છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો. જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી કરવામાં આવે છે.
ADVERTISEMENT
18 વર્ષ પહેલા આ મંદિર બનાવવામાં આવ્યુ હતુ
ઓલપાડ પાસે ગોલા ગામે આવેલા હનુમાન દાદાના મંદિરે દર વર્ષે હનુમાન જન્મ જયંતી નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ અને ભજનનો કાર્યક્રમ કરવામાં આવે છે. 18 વર્ષ પહેલા આ મંદિર બનાવવામાં આવ્યુ હતુ, ત્યારથી હનુમાન જયંતીના નિમિત્તે મંદિરે અનેક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે.
ADVERTISEMENT
ગોલાગામના દત્તુભાઈ ભટ્ટને સ્વપનમાં હનુમાનદાદા આવ્યા હતા
18 વર્ષ પહેલા ગોલાગામના દત્તુભાઈ ભટ્ટને સ્વપનમાં હનુમાનદાદા આવ્યા હતા અને પોતે કુવાની બાજુની જગ્યામાં દબાયેલા છે તેમ જણાવી પોતાને બહાર કાઢવા કહ્યુ હતુ. દત્તુભાઈએ સ્વપ્નમાં જણાવેલી જગ્યાએ ખોદકામ કર્યું ત્યારે ત્યાંથી બે કિલોનો પથ્થર મળી આવ્યો હતો. પથ્થર પર સવા શેર તેલ અને સિંદૂરનો અભિષેક કર્યા બાદ તેનુ વજન ખૂબ વધી ગયુ હતુ અને તેને ત્યાંથી ઉંચકીને ખસેડી શકાય તેમ પણ નહોતું, એટલે તે જ જગ્યા પર હનુમાન દાદાનું સ્થાનક તૈયાર કરવામાં આવ્યું હતુ.
દુઃખ દર્દ દૂર કરતા હોવાથી કષ્ટ નિવારણ હનુમાન દાદા નામ અપાયું
લોકોના દુઃખ દર્દ દૂર કરતા હોવાથી તેનું કષ્ટ નિવારણ હનુમાન દાદા નામ પાડવામાં આવ્યું છે. દાદાના દર્શન કરવા આવતા ભાવિકોના તમામ કાર્ય પૂર્ણ થાય છે. કષ્ટ નિવારણ હનુમાન દાદાના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. ભજન મંડળીઓ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીના ભજન કરવામાં આવે છે. દાહોદ, ગોધરા, ભરૂચ, સંજેલી, અંકલેશ્વર, હસોટ, સેલવાસ, ધરમપુર, સુરત, અમરોલી, બારડોલી અને વાપીથી ભાવિકો દાદાના દર્શન કરવા આવે છે અને દાદાના તમામ ભક્તો પર હંમેશા આશીર્વાદ રહે છે. ગોલા ગામની આજુબાજુના ગામોમાંથી ગ્રામજનો દાદાના દર્શને આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મેડિકલ કેમ્પનું પણ આયોજન
હનુમાન જયંતીના દિવસે ગોલાગામે હનુમાન દાદા મંદિરે ભંડારો કરવામાં આવે છે. જેમાં 1500 થી 2000 ભક્તજનો દાદાના દર્શન કરી પ્રસાદીનો લાભ લે છે. સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. કેમ્પમાં આવતા લોકોનું મેડિકલ ચેકઅપ કરી રાહત દરે દવાઓ આપવામાં આવે છે.
શ્રીરામના પરમ ભક્ત અને સાથી છે ભગવાન હનુમાન. અજરઅમર છે હનુમાનજી. આજે કળીયુગમાં પણ ભગવાન હનુમાનજી પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. ભગવાન હનુમાનજીને શાસ્ત્રોમાં બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે.
ભક્તોને અનેક પરચા મળ્યા
ઘણા પરિવારની દાદા પરની આસ્થાથી તેમને દાદાના આશીર્વાદ અચૂક મળ્યા જ છે. ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઈ હોય અને દાદાના શરણે આવી પોતાની મનોકામના વ્યક્ત કરી હોય તેમને દાદાના આશીર્વાદથી તકલીફમાંથી રાહત મળી જ છે. ઘણા બાળકો બોલી શકતા ના હોય તે દાદાની શ્રદ્ધાથી બોલતા પણ થયા હોવાની માન્યતા છે.
સ્વયંભુ પ્રગટ થયેલા કષ્ટનિવારણ હનુમાન દાદાના મંદિરે 18 વર્ષથી નિશુલ્ક સેવાઓ પણ કરવામાં આવે છે. દાદાના ઘણા ચમત્કારો છે. ગોલા ગામે આવેલુ હનુમાન દાદાનું મંદિર જાણે દાદાના સાક્ષાત દર્શન કરાવતું હોય તેવી અનુભૂતિ થાય છે..
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.