બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / આ દેશમાં દુલ્હા-દુલ્હન લગ્ન પછી ત્રણ દિવસ સુધી ટોયલેટ નથી જઈ શકતા, જાણો કેમ છે પ્રતિબંધ!
Last Updated: 10:27 PM, 11 January 2025
દરેક ધર્મમાં લગ્નનું ખૂબ મહત્વ હોય છે. જેમાં ખુશીઓ, વિધિઓ અને અનોખી પરંપરાઓ જોવા મળે છે. દરેક ધર્મ, સંસ્કૃતિના લગ્નના રીતરિવાજો અલગ અલગ હોય છે. જેમાં આપણને કેટલાક વિચિત્ર રિવાજો જોવા મળે છે. જે આપણને આશ્ચર્યચકિત કરે છે. આપણે એક એવા દેશના રિવાજ વિશે વાત કરીશું જ્યાં લગ્ન બાદ વરરાજા અને કન્યાને ત્રણ દિવસ સુધી શૌચાલય જવાની મંજૂરી નથી હોતી. આ વિચિત્ર પરંપરા ઇન્ડોનેશિયાના ટીડોન્ગ સમુદાયમાં જોવા મળે છે તેની પાછળ કેટલીક ખાસ માન્યતાઓ છે.
ADVERTISEMENT
ઇન્ડોનેશિયાના ટીડોન્ગ સમુદાયના લોકો માને છે કે લગ્ન એક પવિત્ર વિધિ છે. આ વિધિ મુજબ લગ્ન બાદ ત્રણ દિવસ સુધી વરરાજા અને કન્યાને શૌચાલય જવાથી રોકવામાં આવે છે. ટીડોન્ગ સમુદાય માને છે કે શૌચાલયમાં ગંદકી અને નકારાત્મક શક્તિઓ હોય છે. તેમની માન્યતા મુજબ નવપરિણીત યુગલ લગ્ન બાદ તરત જ શૌચાલયનો ઉપયોગ કરે છે તો તેમના પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પડી શકે છે. લગ્ન બાદ તરત શૌચાલય જવાથી નવદંપતીની પવિત્રતાનો ભંગ થાય છે.
ADVERTISEMENT
જેને અશુભ માનવામાં આવે છે અને આમ કરવાથી લગ્ન જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. જો કન્યા અને વરરાજા આ જગ્યાનો ઉપયોગ કરે છે, તો તેમની પર ખરાબ નજર પડી શકે છે, જેના કારણે તેમના લગ્ન જીવનમાં મતભેદ અથવા અન્ય સમસ્યાઓ આવી શકે છે.
આથી જ તેમના માટે આ વિધિ કરવી મહત્વપૂર્ણ હોય છે જેથી તેઓ ખરાબ નજરથી બચી શકે અને તેમનું લગ્નજીવન સુખી રહી શકે. આ પરંપરાનું પાલન કરવા માટે તેમને ઓછુ ભોજન અને પાણી આપવામાં આવે છે, જેથી તેમને શૌચાલય જવાની જરૂર ન પડે.
પરંતુ આવી ધાર્મિક વિધિઓ ક્યારેક સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. આ સમયે વરરાજા અને કન્યાને ઓછું ભોજન અને પાણી આપવામાં આવે છે, જેથી તેઓ શૌચાલયનો ઉપયોગ ન કરે. જે તેમની શારીરિક સ્થિતિને પણ અસર કરી શકે છે અને લાંબા સમય સુધી આવી ધાર્મિક વિધિઓનું પાલન કરવાથી તેમના સ્વાસ્થ્ય માટે સમસ્યાઓ પેદા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT