In this city of Gujarat, after taking the corona vaccine, two people fell ill at the same time
વેક્સિન /
ગુજરાતના આ શહેરમાં કોરોના વેક્સિન લીધા બાદ એક સાથે બે લોકોની તબિયત લથડી
Team VTV11:25 PM, 22 Jan 21
| Updated: 11:29 PM, 22 Jan 21
સુરેન્દ્રનગરમાં કોરોનાની રસી લીધા બાદ બે આરોગ્યકર્મીની તબીયત લથડી છે. ગાંધી હોસ્પિટલમાં કોરોનાની રસી લીધા બાદ તબીયત લથડવાની ઘટના સામે આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં કોરોનાની રસી લીધા બાદ તબિયત લથડી
ગાંધી હોસ્પિટલના બે આરોગ્ય કર્મીની તબિયત થઈ ખરાબ
ચક્કર અને ઊલટી થતા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા
સુરેન્દ્રનગરમાં કોરોનાની રસી લીધા બાદ બે આરોગ્યકર્મીની તબીયત લથડી છે. ગાંધી હોસ્પિટલમાં કોરોનાની રસી લીધા બાદ તબીયત લથડવાની ઘટના સામે આવ્યા છે. રસી લેનાર વ્યક્તિએ લીધાના 15 મિનિટ બાદ ચક્કર આવી ગયા હતા. બંને આરોગ્યકર્મીને સામાન્ય ચક્કર અને ઊલટી થતાં ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યાં છે. થોડી મિનીટો બાદ બંનેની તબિયત સ્થિર થતાં રજા આપવામાં આવી હતી.
24 કલાકમાં કોરોનાના 451 નવા કેસ
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 451 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,58,264 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 96.28 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 88 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં 6 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 700 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,48,650 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 5240 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 2 દર્દીનું મોત
આજે કોવિડ-19થી અમદાવાદ કોર્પોરેશનમાં 1 તથા ડાંગ જિલ્લામાં 1 દર્દીનું મોત થતા રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4374 થઇ ગઇ છે.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 88 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 34 કેસ, સુરત શહેરમાં 78, સુરત ગ્રામ્યમાં વધુ 18 કેસ, વડોદરા શહેરમાં 69, ગ્રામ્યમાં વધુ 23 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 36 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 15 કેસ, કચ્છમાં 15 કેસ નોઁધાયા છે.