બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દુનિયાની એવી જગ્યા જ્યાં જનારા થઈ જાય છે ગાયબ, વર્ષે 2 હજાર લોકો લાપતા, ખતરનાક છે ટ્રાયેંગલ

અલાસ્કા / દુનિયાની એવી જગ્યા જ્યાં જનારા થઈ જાય છે ગાયબ, વર્ષે 2 હજાર લોકો લાપતા, ખતરનાક છે ટ્રાયેંગલ

Last Updated: 01:13 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં બરમુડા ટ્રાયેંગલ જેવું જ એક બીજું રહસ્યમય ટ્રાયેંગલ આવેલૂ છે. આ ટ્રાયેંગલના વિસ્તારમાં હજુ સુધી 20000 થી પણ વધારે લોકો ગાયબ થઈ ચૂક્યા છે અને દર વર્ષે 2250 લોકો લાપતા થાય છે. જાણો કયા આવેલું છે આ રહસ્યમય ટ્રાયેંગલ.

6 ઓક્ટોબર, 1972 ના દિવસે એક ખતરનાક ઘટના થઈ હતી. એક ચાર્ટર્ડ પ્લેન અલાસ્કાના એકોરેજથી જૂનો માટે ઉડાન ભરે છે, આ વિયમનમાં અમેરિકાના કોંગ્રેસ લીડર થોમસ હેલ બોગસ સિનિયર, અલાસ્કા કોંગ્રેસ મેમ્બર નીચ બેગીચ, તેમના સહયોગી અને પાયલટ સહિત 4 લોકો હતા. અને આચનક જ આ વિમાન ગાયબ થઈ ગયું. 39 દિવસો સુધી હજારો કિલોમીટરના એરિયામાં શોધવામાં આવ્યું, પરંતુ વિમાનના પણ અવશેષ ન મળ્યા. ત્યારે દુનિયાની નજર આ રહસ્યમય પેટર્ન પર ગઈ. આ એક ભૌગોલિક ત્રિભુજ છે જેને એલાસ્કા ટ્રાયેંગલ તરીકે ઓળખાવા લાગ્યું. હાલ પણ આ ટ્રાયેંગળની ઘણી ઘટનાઓ છે જેનો કોઈ ઉકેલ નથી મળ્યો.    

ALASKA-TRINGLE

બરમુડા ટ્રાયેંગલ જે રીતે રહસ્યમય તરીકે લોકોને ગાયબ કરવા માટે કુખ્યાત છે તે જ રીતે અલાસ્કા ત્રિભુજ પણ રહસ્યમય છે. 1970ની શરૂઆતથી લઈને આજ સુધી અહીં કુલ 20000 હજારથી પણ વધારે લોકો ગાયબ થઈ ગયા છે.

અમેરિકન રિસર્ચર્સને ટાંકીને એક ડોક્યુમેન્ટ્રીમાં કહેવાયું છે કે અલાસ્કા ટ્રાયેંગલની નજીક ગુમ થવાના ઘણા કિસ્સાઓ છે, જેનો હજુ સુધી ઉકેલ નથી મળ્યો. તેઓ જણાવે છે કે બે લોકો રિસર્ચ દરમિયાન ત્યાં ગાયબ થઈ ગયા. એક ક્રૂઝ જહાજથી અને બીજો પહાડની ચોટી પર ભીડવાળા વિસ્તારમાંથી અને ત્યારે તેમની ટીમ પણ ત્યાં હાજર હતી.    

PROMOTIONAL 13

ન્યુયોર્કના ગેરી ફ્રેન્ક સોથર્ડનનો પણ કેસ ચર્ચામાં હતો. જે 1970 ના દાયકામાં અલાસ્કાના જંગલમાં શિકાર કરતા સમયે ગાયબ થયો હતો. જ્યારે 1997માં પોકયુપિન નદી કિનારે એક માણસની ખોપડી મળી હતી ત્યારે 2022માં ડીએનએ એનાલિસિસથી ખબર પડી કે આ સોથર્ડનની ખોપડી હતી. બાકીના પુરાવા જણાવે છે કે રીંછના હુમલાથી તેનું મૃત્યુ થયું હતું.  

રિપોર્ટ અનુસાર, અલાસ્કા ટ્રાયેંગલના વિસ્તારમાં દર વર્ષે લગભગ 2250 લોકો લાપતા થાય છે. મોટી સંખ્યામાં ઉકેલાયા વિનાના કેસો પણ છે જેની પાછળ અનેક થીયરી પણ છે જેમાં અલગ ચુંબકીય શક્તિથી લઈને એલિયન્સ સુધીના અનુમાન છે.

વધુ વાંચો:માનવ ઇતિહાસમાં પહેલી વખત... પૃથ્વીથી 737 કિમી ઉપર અવકાશમાં સામાન્ય માણસે કર્યું સ્પેસવોક

અલાસ્કા ભલે ભૌગોલિક દ્રષ્ટિએ અમેરિકાનું સૌથી મોટું રાજ્ય હોય પરંતુ વર્ષ 2020 ની વસ્તી ગણતરી પ્રમાણે ત્યાં માત્ર 7.33 લાખ લોકો જ રહે છે. જે ભૌગોલિક વિસ્તારને અલાસ્કા ટ્રાયેંગલ કહે છે, તે ખૂબ જ દુર્ગમ છે. ત્યાં એવા જંગલો છે કે કદાચ જ માણસના પગ નથી પડ્યા, વિશાળ ઘટી, અસંખ્ય તિરાડો સાથે આ વિસ્તાર એટલો મોટો છે કે શોધ અને બચાવ મિશન અત્યંત મુશ્કેલ બની જાય છે. આનાથી ગુમ થયેલા વ્યક્તિઓના કેસ ઉકેલાયા વિના રહેવાની શક્યતા વધી જાય છે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mysterious Places Dangerous Places Alaska Triangle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ